સુરત : સુમન ભાર્ગવ સોસાયટીમાં હોલિકા દહન કાર્યક્રમ યોજાયો : આગામી વર્ષ કેવું રહેશે ? જાણો

સુરત : સુમન ભાર્ગવ સોસાયટીમાં હોલિકા દહન કાર્યક્રમ યોજાયો : આગામી વર્ષ કેવું રહેશે ? જાણો

 બ્રાહ્મણોએ શાસ્ત્રોક્ત વિધિથી હોળી પ્રગટાવીને હોલિકા દહન બાદ આગામી વરસનો વરતારો કાઢ્યો હતો . જેમાં આગામી વરસ ૧૪ આની રહેવાનો તેમજ ઉનાળામાં વધુ ગરમી પડવાનો વરતારો કાઢવામાં આવ્યો.

મોર્નિંગ ન્યુઝ ફોકસ (જશવંત પટેલ) : સુરતમાં સોમવારે મોડી સાંજે હોળી પર્વની ઉજવણી શરૂ કરીને હોલિકાદહન કરાયુ હતુ. વેસુ ભરથાણા ખાતે આવેલ સુમન ભાર્ગવ સોસાયટીમાં બ્રાહ્મણ દ્વારા મંત્રોચ્ચાર અને શાસ્ત્રોક્ત વિધિ દ્વારા હોળી પ્રગટાવવામાં આવી હતી . 

શ્રધ્ધાળુઓએ શ્રીફળ , ધાણીનો હોમ કર્યો હતો તેમજ પ્રદક્ષિણા કરી દર્શનનો લાભ લીધો. હોળી પ્રગટાવ્યા બાદ હોળીની જ્વાળાઓની દિશાના આધારે આગામી વરસનો વરતારો જોવામાં આવતો હોય છે.જેમાં આગામી વરસ ૧૪ આની રહેવાનો તેમજ ઉનાળામાં વધુ ગરમી પડવાનો વરતારો કાઢવામાં આવ્યો.