શિયાળાની ઋતુએ આગમનની છડી પોકારી
Mnf network : અમરેલી જિલ્લામાં દરિયો, જંગલ અને પર્વતોનો ત્રિવેણી સંગમ જોવા મળે છે. પરંતુ ધરતીનાં સ્વર્ગસમા કાશ્મરી જેવા નયનરમ્ય દ્રશ્યો પણ શિયાળાનાં દિવસોમાં નજર સામે આવી જતાં હોય પ્રકૃતિપ્રેમીઓ ખૂશીથી ઝૂંમી ઉઠે છે. દિવાળીની વિદાય બાદ હવે કમોસમી વરસાદ ને શિયાળાનું આગમન ધીમી ગતિએ થઈ રહૃાું છે તેવા સમયે અમરેલીનાં નાના માચીયાળા બાયપાસ, સાવરકુંડલા-અમરેલી માર્ગ સહિતનાં વિસ્તારોમાં વ્હેલી સવારે અવારનવાર કાશ્મીર જેવો માહોલ કુદરત સજીને પ્રકૃતિપ્રેમીને ખૂશ કરી દે છે.આજે સવારે 6-30 કલાકે અમરેલી માર્ગ ઉપર શિયાળાની છડી પોકારતું દ્રશ્ય સાયકલીંગ વખતે તેમનાં મોબાઈલનાં કેમેરામાં કેદ કરીને અમરેલી જિલ્લામાં પણ કાશ્મીરની વાદીઓમાં ફરતાં હોય તેવો આનંદ વ્યકત કર્યો હતો.