રાજુલા-અમરેલી-ગાંધીનગર માર્ગને ફોરલેન બનાવવા ધારાસભ્ય કસવાલાની માંગણી
Mnf network: અમરેલી જિલ્લાને ગાંધીનગર-અમદાવાદ (પાટનગર) સાથે જોડવા રસ્તાઓને ચાર માર્ગીયકરણ કરવા ખૂબ જ જરૂરી હોય જે પૈકી અમુક રસ્તાઓને રાજય સરકાર ઘ્વારા ચાર માર્ગીય કરવામાં આવેલ છે તેમજ હાલ અમુક જગ્યાએ કામગીરી પ્રગતિમાં છે. પરંતુ નીચે મુજબના રસ્તાઓ માત્ર 10 મીટર પહોળાઈ ધરાવતા હોય અને હાલનીટ્રાફીકની સમસ્યાઓ ઘ્યાને લેતા ચાર માર્ગીય કરવા ખૂબ જ જરૂરી છે. કારણ કે સાંકડા રસ્તાના કારણે અકસ્માતો થવાની પુરી સંભાવના રહેલી છે તેમજ અમુક જગ્યાએ અકસ્માતો બનેલાના બનાવો પણ બનેલ છે તેથી લોકોની સુખાકારી અને અકસ્માતો થતાં અટકાવવા માટે ચાર માર્ગીય રસ્ત કરવા ખૂબ અત્યંત આવશ્યકતા જણાય છે.વલ્લભીભુર-ધોળા, રંઘોળા જંકશન સુધી 18 કિ.મી.નો રાજયધોરી માર્ગ ભાવનગર માર્ય મકાન વિભાગમાં આવે છે.ચાવંડ-લાઠી-અમરેલી સુધી 30 કિ.મી. રાજયધોરી માર્ગ અમરેલી માર્ગ મકાન વિભાગમાં આવે છે.
આ ઉપરોકત રસ્તાને કેન્દ્ર સરકારના નોટીફીકેશન નંબર એનએચ-14013/ર019 પી એન્ડ એમ તા. 26/5/2020થી નેશનલ હાઈવે નં. 3પ1-એફ જાહેર કરેલ છે જેને નેશનલ હાઈવે ઓથોરીટી ઓફ ઈન્ડીયાની વિભાગીય કચેરી રાજકોટને જરૂરી કરવાની થાય છે.
અમરેલી-સાવરકુંડલા-બાઢડા સુધી 4પ કિ.મી. નેશનલ હાઈવે નં. 351 જે રાષ્ટ્રીય ધોરી માર્ગ વિભાગ રાજકોટ હસ્તક આવેલ છે. બાઢડા-રાજુલા- પીપાવાવ પોર્ટ સુધી 33 કિ.મી. રાજયધોરી માર્ગ માર્ગ મકાન અમરેલી હસ્તક આવેલ છે.