સિદ્ધપુરના કલાકારો રાજ્યકક્ષામાં ઝળક્યા, શહેરનું ગૌરવ વધાર્યું

સિદ્ધપુરના કલાકારો રાજ્યકક્ષામાં ઝળક્યા, શહેરનું ગૌરવ વધાર્યું

મોર્નિંગ ન્યૂઝ ફોકસ સિદ્ધપુર : ક્રિએટીકા થિયેટર હબ, સિધ્ધપુરના કલાકારો રાજ્ય કક્ષાના યુવા ઉત્સવમાં વિજેતા બન્યાં છે. કમિશ્નર શ્રી, યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ, ગાંધીનગર પ્રેરિત જિલ્લા યુવા વિકાસ અધિકારીશ્રી અમરેલી ની કચેરી દ્વારા આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત આયોજિત રાજ્ય કક્ષા યુવા ઉત્સવ 2022માં ક્રિએટીકા - થિયેટર હબ, સિધ્ધપુરના કલાકારો મૈત્રી શાહ (ભરતનાટ્યમ) અને રાહુલ મકવાણા (એક પાત્ર અભિનય)માં વિજેતા બની સિદ્ધપુર શહેર તથા પાટણ જિલ્લાનું નામ રાજ્ય કક્ષાએ ગુંજતું કર્યું છે.