PM મોદીના માતા હીરાબાના નિધનને લઈ ઊંઝા માર્કેટયાર્ડ ના વેપારીઓએ યાર્ડ બંધ રાખી શોક વ્યક્ત કર્યો
હીરાબાના નિધનને પગલે ઊંઝા શોકમગ્ન.
ઊંઝા માર્કેટ યાર્ડ ના વેપારીઓ હીરાબાના નિધનને લઈ સ્વંયભુ બંધ પાળશે.
ઊઝા માર્કેટ યાર્ડ વેપારીઓ બંધ રાખી હીરાબા ને શ્રદ્ધાંજલિ અર્પણ કરશે : APMC ચેરમેન દિનેશભાઇ પટેલ
મોર્નિંગ ન્યુઝ ફોકસ ઊંઝા : પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના માતા હીરાબાનું 100 વર્ષની જૈફ વયે નિધન તથા તેમના વતન વડનગરના વેપારીઓએ બજારો સંપૂર્ણ બંધ રાખીને શોક વ્યક્ત કર્યો છે. તો બીજી બાજુ એશિયાના સૌથી મોટા એપીએમસી ઊંઝા માર્કેટયાર્ડ દ્વારા પણ માર્કેટયાર્ડ બંધ રાખીને શોક વ્યક્ત કરી શ્રદ્ધાંજલિ અપાઈ છે.
ત્યારે એપીએમસીના ચેરમેન દિનેશભાઈ પટેલના જણાવ્યા મુજબ, વિશ્વના સર્વ શ્રેષ્ઠ નેતા એવા પ્રધાનમંત્રી નરેન્દ્ર ભાઈ મોદીના માતૃશ્રી હીરાબા એ પ્રધાનમંત્રી મોદીજી માટે પ્રેરણા અને શક્તિ હતાં. જેમણે પુત્રને દેશ સેવા માટે સમર્પિત કર્યા હતા.ત્યારે આજે 100 વર્ષની જૈફ વયે તેમનું નિધન થતાં શોકનો માહોલ છે. ત્યારે વેપારીઓ અને ખેડૂતોની લાગણીને ધ્યાને લઇ માર્કેટયાર્ડનું તમામ કામકાજ બંધ રાખી PM મોદીના માતૃશ્રી હીરાબાને શ્રદ્ધાંજલિ અર્પણ કરાઈ છે.