સુરત : અમરોલી કોલેજમાં ચિત્ર - પોસ્ટર મેકીંગ સ્પર્ધા યોજાઇ
મોર્નિંગ ન્યુઝ ફોકસ નેટવર્ક : જીવન જ્યોત ટ્રસ્ટ પ્રો.વી.બી.શાહ ઇન્સ્ટિટયૂટ સંચાલિત ઇન્સ્ટિટયૂટ ઓફ મેનેજમેન્ટ, આર.વી.પટેલ કોલેજ ઓફ કોમર્સ(અંગ્રેજી માધ્યમ) એન્ડ વી.એલ. શાહ કોલેજ ઓફ કોમર્સ(ગુજરાતી માધ્યમ) તેમજ સુટેક્સ કોલેજ ઓફ કમ્પ્યુટર એપ્લિકેશન એન્ડ સાયન્સ, અમરોલીમાં 4 સપ્ટેમ્બર,2023 ના રોજ થીમ આધારિત ચિત્ર સ્પર્ધા અને પોસ્ટર મેકિંગ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યુ હતું.આ સ્પર્ધામાં મુખ્ય અતિથિ તરીકે વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના કુલપતિ શ્રી ડો. કિશોરસિંહ ચાવડા ઉપસ્થિત રહી સ્પર્ધકોને પ્રોત્સાહિત કર્યા હતા. સ્પર્ધામાં બી.બી.એ.અને બી.સી.એ.ના 60 થી વધુ વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો.
આ સ્પર્ધામાંશ્રી રાકેશભાઈ ટેલરએ નિર્ણાયક તરીકે સક્રિય ભૂમિકા ભજવી હતી. સ્પર્ધામાં બી.બી.એ.ના વિદ્યાર્થીઓ પૈકી પ્રથમ ક્રમાંક દેસાઇ ધ્રુવ (FYBBA), દ્વિતીય ક્રમાંક પારેખ ઈશા (FYBBA) અને આશ્વાસન ઈનામ ટાંક રોશની (FYBBA) વિજેતા રહ્યા હતા. જ્યારે બી.સી.એ. ના વિદ્યાર્થીઓ પૈકી પ્રથમ ક્રમાંક દૂધાત પ્રિયાંશી (FYBCA), દ્વિતીય ક્રમાંક પર વસ્ત્રાપરા મહેક (FYBCA), તૃતીય ક્રમાંક પર સાવલિયા હીર (SYBCA) અને રાવલ પ્રિયાંશું (SYBCA) અને આશ્વાસન ઈનામ ગોહિલ ગૌતમ (TYBCA) વિજેતા રહ્યા હતા. સ્પર્ધાનું આયોજન કોલેજના આચાર્ય ડૉ.મુકેશ આર ગોયાણી, બી.સી.એ ના કો-ઓર્ડિનેટર ડો.જૈમિન શુક્લા અને બી.બી.એના કો-ઓર્ડિનેટર ડો.સ્વાતિ મેહતાના માર્ગદર્શન હેઠળ ડો.સુધા ધારા સામલ,ડો.રાગિની પ્રસાદ, પ્રા. કૃપાલી પટેલ અને પ્રા. નેન્સી મોદીએ સફળતાપૂર્વક સંચાલન કર્યું હતું