કાકરાપાર અણુમથક દેશને રોજની 1840 મેગા વોટ વીજળી આપશે
કાકરાપાર અણુમથકને રિએક્ટર 4 સફળતા પૂર્ણ ક્રાંતિક્તા હાંસલ
માત્ર 6 મહિનામાં જ મળેલી આ સફળતા મહત્વપૂર્ણ છે
દેશમાં પ્રેસરાઇઝ હેવી વોટર રિએક્ટર ટેકનોલોજીના રિએક્ટર બનાવવામાં આવે છે
Mnf network: તાપીમાં કાકરાપાર અણુમથકને રિએક્ટર 4ને સફળતા પૂર્ણ ક્રાંતિક્તા હાંસલ થઇ છે. 17 ડિસેમ્બરના રોજ 1.17 કલાકે પ્રથમ ક્રાંતિકતા હાંસલ કરી છે.દેશમાં પ્રેસરાઇઝ હેવી વોટર રિએક્ટર ટેકનોલોજીના રિએક્ટર બનાવવામાં આવે છે. હવે 150 દિવસ સુધી વિવિધ એકસપિરીમેન્ટ બાદ 700 મેગાવોટ સંપૂર્ણ કાર્યરત થશે.
કાકરાપાર અણુમથક દેશને રોજના 1840 મેગા વોટ વીજળી આપશે. દેશમાં કુડમકુલ બાદ કાકરાપાર અણુમથક વધુ વીજળી ઉત્પાદન કરનારું અણુમથક બનશે. વ્યારામાં કાકરાપાર અણુમથકના નવા એકમ-4એ પ્રથમ વખત ક્રિટિકલીટીના મહત્વપૂર્ણ પડાવને પાર કર્યો હતો. એટોમિક એનર્જી રેગ્યુલેટરી બોર્ડ (AERB)ની તમામ શરતોને પુરી કર્યા પછી મંજૂરી આપવામાં આવી છે. કાકરાપાર અણુમથક દેશમાં સ્થપાયેલા 700 મેગાવોટના સોળ સ્વદેશી પ્રેશરાઈઝડ હેવી વોટર રીએક્ટર(PHWR)ની શ્રેણીમાં બીજું સ્થાન ધરાવે છે. કાકરાપાર ખાતે ભારતના બીજા સ્વદેશી પરમાણુ ઉર્જા રિએક્ટરે પ્રથમ પડકારજનક માઈલસ્ટોનને પાર કર્યો છે. પરમાણુ રિએક્ટરમાં બળતણ વિભાજનની સાંકળ પ્રતિક્રિયા આપમેળે જાળવવામાં સફળતા પ્રાપ્ત થઈ છે.
કાકરાપાર એટોમિક પાવર પ્રોજેક્ટ (CAP) નું યુનિટ 4 એ ભારતમાં સ્થાનિક રીતે બાંધવામાં આવનાર કુલ 16 પ્રેશરાઇઝ્ડ હેવી વોટર રિએક્ટર (PHWR) પૈકીનું બીજું રિએક્ટર છે. દરેક રિએક્ટર 700 મેગાવોટ વીજળી પૂરી પાડશે. પ્લાન્ટમાં સવારે 01:17 વાગ્યે હાંસલ કરેલી આ સિદ્ધિ સમયે, ન્યુક્લિયર પાવર કોર્પોરેશન ઓફ ઈન્ડિયા લિ. (NPCIL)ના ચેરમેન અને MD બી.સી.પાઠક ઉપસ્થિત રહ્યા હતા. તેમણે કહ્યું કે યુનિટ 3 થી વ્યાપારી ઉત્પાદન શરૂ થયાના માત્ર 6 મહિનામાં જ મળેલી આ સફળતા મહત્વપૂર્ણ છે.