સુરત : નીલકંઠ કન્યા વિદ્યાલયમાં રંગોળી સ્પર્ધા યોજાઈ : આચાર્યએ પાઠવ્યો શુભ સંદેશ
મોર્નિંગ ન્યુઝ ફોકસ(જશવંત પટેલ) : આજથી શાળાઓમાં 21 દિવસનું દિવાળી વેકેશન શરૂ થયું છે.ત્યારે ગઈકાલે શાળાઓમાં છેલ્લા દિવસે વિદ્યાર્થીઓ દ્વારા દિવાળી પર્વને લઈને રંગોળીની વિવિધ સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવ્યું હતું. તમામ શાળાઓમાં વિદ્યાર્થીઓ દ્વારા સુંદર દિપાવલીના પર્વને આવકારતી રંગોળી ડીઝાઈનો તૈયાર કરવામાં આવી હતી.
જે અંતર્ગત સુરતના વેડ રોડ પર આવેલ નીલકંઠ કન્યા વિદ્યાલયમાં પણ વિવિધ વર્ગની વિદ્યાર્થીનીઓ દ્વારા સુંદર રંગોળી ડિઝાઇન બનાવવામાં આવી હતી. રંગોળી ડિઝાઇન બનાવનાર વિદ્યાર્થીનીઓમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો તેમ જ શાળાના આચાર્ય શ્રી અશોકભાઈ પટેલ અને સુપરવાઇઝર શીલાબેન વૈધ દ્વારા સુંદર રંગોળી ડિઝાઇન તૈયાર કરનાર વિદ્યાર્થીનીઓના ઉત્સાહની પ્રસંશા કરાઈ હતી.
આ ઉપરાંત એક સત્રની સમાપ્તિ પૂર્ણ થઈ રહી છે ત્યારે શાળાના આચાર્યશ્રી અશોકભાઈ પટેલ દ્વારા તમામ વિદ્યાર્થીનીઓ અને શિક્ષકોને શુભકામનાઓ પાઠવવામાં આવી હતી ." આવનાર નવું વર્ષ સૌને ફળદાય નીવડે, સૌ સ્વસ્થ રહે,સુખી રહે અને નવા શૈક્ષણિક સત્રમાં શિક્ષકો તેમજ વિદ્યાર્થીઓ એક નવા જોમ અને ઉત્સાહ સાથે પોતાના લક્ષની પરિપૂર્ણતાને સિદ્ધ કરવામાં સફળ બને તેવી શુભેચ્છાઓ વ્યક્ત કરાઈ હતી."