300 બાળકોમાંથી સિલેક્ટ થયો આ ગુજરાતી કલાકાર, 'અટલ'નો રોલ પ્લે કરતો જોવા મળશે વ્યોમ ઠક્કર

300 બાળકોમાંથી સિલેક્ટ થયો આ ગુજરાતી કલાકાર, 'અટલ'નો રોલ પ્લે કરતો જોવા મળશે વ્યોમ ઠક્કર

વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીના જીવન પર આધારિત ફિલ્મ 'મૈં અટલ હૂં'ની રિલીઝ પહેલા જ નાના પડદા માટે સિરિયલ 'અટલ'નું નિર્માણ શરૂ થઈ ગયું છે. અટલ બિહારી વાજપેયીના બાળપણના અજાણ્યા પાસાઓ આ સીરિયલમાં બતાવવામાં આવશે.

નવા પ્રોમોમાં ભૂતપૂર્વ વડા પ્રધાન અટલ બિહારીના બાળપણની ભૂમિકા ભજવનાર કલાકારનો ખુલાસો કરવામાં આવ્યો છે. પરંતુ સિરિયલ સાથે જોડાયેલા સૂત્રોના જણાવ્યા મુજબ સિરિયલ 'અટલ'માં પૂર્વ વડાપ્રધાન અટલ બિહારીના બાળપણના રોલ માટે જે કલાકારની પસંદગી કરવામાં આવી છે, તેને 300 બાળ કલાકારોના ઓડિશન બાદ પસંદ કરવામાં આવ્યો છે. આ બાળ કલાકારનો મોટો ભાઈ પણ એક્ટિંગ સાથે જોડાયેલો છે.

ગુજરાતના કચ્છનો છે વ્યોમ ઠક્કર

 મુંબઈના ઉપનગર મુલુંડના રહેવાસી વ્યોમ ઠક્કરનો આ પહેલો ટીવી શો છે. ગુજરાતી પરિવારમાં જન્મેલા આઠ વર્ષના વ્યોમ ઠક્કર મૂળ ગુજરાતના કચ્છનો છે, પણ તેનો જન્મ મુલુંડમાં થયો હતો. વ્યોમ ઠક્કરને એક્ટર બનવાની પ્રેરણા તેમના મોટા ભાઈ હર્ષ ઠક્કરને જોઈને મળી. હર્ષ ઠક્કરે 'બાલિકા બધુ' અને 'થપકી તેરે પ્યાર કી' જેવી સિરિયલોમાં કામ કર્યું છે.

સીરિયલ 'અટલ'માં પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીના બાળપણની ભૂમિકા ભજવવા અંગે પોતાની ખુશી વ્યક્ત કરતા વ્યોમ ઠક્કરે કહ્યું કે, 'આપણા સ્વર્ગસ્થ વડાપ્રધાન શ્રી અટલ બિહારી વાજપેયીના બાળપણની ભૂમિકા ભજવીને હું ખૂબ જ ખુશ છું. અત્યાર સુધી મેં તેમના વિશે ફક્ત ઈતિહાસના પુસ્તકોમાં વાંચ્યું હતું અને મારા માતાપિતા પાસેથી સાંભળ્યું હતું, પરંતુ મેં ક્યારેય સપનું ન હતું જોયું કે એક દિવસ હું ટેલિવિઝન શોમાં તેમના બાળપણનું પાત્ર ભજવીશ.

સીરીયલ 'અટલ'માં ભૂતપૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીના જીવનના તે મહત્વપૂર્ણ વર્ષો બતાવવામાં આવશે, ભારતમાં બ્રિટિશ શાસનની પૃષ્ઠભૂમિ પર આધારિત શોમાં અટલ બિહારી વાજપેયીના બાળપણની સ્ટોરી બતાવવામાં આવશે