શહીદ દિવસ: સમગ્ર દેશમાં શહીદોની યાદમાં બે મિનિટનું મૌન પળાશે

શહીદ દિવસ: સમગ્ર દેશમાં શહીદોની યાદમાં બે મિનિટનું મૌન પળાશે

Mnf network : ભારતના સ્વાતંત્ર્ય સંગ્રામમાં પોતાના પ્રાણનું બલિદાન આપ્યું છે, તેવા વીર શહીદોની સ્મૃતિમાં 30 જાન્યુઆરી, 2024ને મંગળવારના રોજ શહીદ દિને સવારે 11 કલાકે બે મિનિટ મૌન પાળી સ્વદેશ માટે પ્રાણની આહુતિ આપનારા શહીદવીરોને માન અર્પણ કરાશે.

30 જાન્યુઆરી, 2024ના રોજ જે સ્થળે સાયરનની વ્યવસ્થા હોય ત્યાં સવારે 10 થી 11 કલાક સુધી સાયરન વગાડી બે મિનિટ માટે મૌન પાળવા સૂચના અપાશે. સાયરન બંધ થાય કે તુરંત જ જ્યાં કાર્ય કરતા હોય તેવા બધા જ સ્થળોએ કામ કરનાર સૌ પોતપોતાની જગ્યાએ શાંત ઉભા રહી મૌન પાળશે અને રસ્તાઓ પરના વાહનવ્યવહાર શક્ય હોય ત્યાં સુધી થોભે તે જોવા વિનંતી કરવામાં આવી છે.

બે મિનિટ બાદ મૌનનો સમય પૂરો થયો છે, એમ બતાવવા બરાબર 11.02 થી 11.03 કલાક સુધી સાયરન ફરીથી વાગશે, ત્યારે રાબેતા મુજબનું કામકાજ ફરીથી શરૂ કરવાનું રહેશે.