ઊંઝા APMC દ્વારા શરૂ કરાયેલ ફિઝિયો થેરાપી સેન્ટર લોકો માટે આશીર્વાદ રૂપ : એક વર્ષમાં કેટલા લોકોએ લીધો લાભ ? આંકડો જાણી ચોંકી જશો

ઊંઝા APMC દ્વારા શરૂ કરાયેલ ફિઝિયો થેરાપી સેન્ટર લોકો માટે આશીર્વાદ રૂપ : એક વર્ષમાં કેટલા લોકોએ લીધો લાભ ? આંકડો જાણી ચોંકી જશો

મોર્નિંગ ન્યુઝ ફોકસ,ઊંઝા : ઊંઝા એપીએમસી ચેરમેન દિનેશભાઈ પટેલના નેતૃત્વમાં એપીએમસીના સહયોગથી આ વિસ્તારમાં અનેક સેવાકીય પ્રવૃત્તિઓ ચાલી રહી છે. જોકે એપીએમસી દ્વારા સમય અગાઉ શરૂ કરવામાં આવે ફિઝિયોથેરાપી સેન્ટરને આજે એક વર્ષ પૂર્ણ થયું છે.

પ્રાપ્ત વિગતો અનુસાર, ઊંઝા APMC દ્વારા રાહત દરે ચાલતા ફિઝિયોથેરાપી સેન્ટરનું સફળતા પૂર્વક આજે એક વર્ષ પૂર્ણ થયું. એક જ વર્ષમાં ૧૨૦૦૦ (બાર હજાર) થી વધુ દર્દીઓએ લાભ લઈ સ્વસ્થ્ય બન્યા અને APMC ઊંઝાના સેવાકીય કાર્યોને બિરદાવ્યા. ઊંઝા એપીએમસી દ્વારા શરૂ કરવામાં આવેલું આ ફિઝિયોથેરાપી સેન્ટર ખરેખર આ વિસ્તારના લોકો માટે આશીર્વાદરૂપ સાબિત થયું છે.