ઊંઝાના ઐઠોરમાં માતા - પિતા ને અનોખી શ્રદ્ધાંજલિ, જાણીને કરશો પ્રશંસા

ઊંઝાના ઐઠોરમાં માતા - પિતા ને અનોખી શ્રદ્ધાંજલિ, જાણીને કરશો પ્રશંસા

મોર્નિંગ ન્યુઝ ફોકસ, ઊંઝા : ઊંઝા તાલુકાના ઐઠોર ગામમાં માં-બાપની પુણ્ય સ્મુતી રૂપે રખડતા કૂતરાઓને ખાવા માટે કુલ આશરે ૧૭૦ કિલો જેટલા લાડવા સહયોગ ગ્રુપ અને પાટીદાર મહિલા મંડળના સહયોગથી બનાવી ઐઠોર ગામ અને આજુબાજુના ખેતર વિસ્તારમાં વહેંચ્યા હતા.

ગોપાલભાઈ અને રમીલાબેન પટેલના એક માત્ર સંતાન જીનલબેને કહ્યું હતું કે સહયોગ ગ્રુપના આશિષ પટેલની લાબા સમયની નિસ્વાર્થ જીવદયાની સેવાકીય પ્રવૃતિઓથી અમને આ સેવા કરવા પ્રેરણા મળી હતી. અમે તેમનો સંપર્ક કરી દર વર્ષે એક વાર આ સેવા ફરજીયાત તેમની સાથે જોડાઈને કાયમ કરવાનું નક્કી કર્યું છે.

જીનલબેન અને જમાઈ નીરવ કુમારની આ શુભ ભાવના આખા ગામમાં પ્રસંશાને પાત્ર બની રહી છે.જીવદયા પ્રેમી સૌ મહિલા સ્વયંસેવકોને જીનલબેન તરફથી શ્રી ઉમિયા માતાનો ફોટા, સહયોગ ગૃપ તરફથી શ્રી ઐઠોરા ગણેશનો ફોટા અને મુકુંદભાઈ તરફથી સાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યું હતું.