શરીરમાં છે લોહી અને હિમોગ્લોબિનની ઉણપ? તો તેને વધારવા રોજ ખાઓ આ ચીજ, બીમારીઓ છૂમંતર

શરીરમાં છે લોહી અને હિમોગ્લોબિનની ઉણપ? તો તેને વધારવા રોજ ખાઓ આ ચીજ, બીમારીઓ છૂમંતર

હાર્ટ અટેકનું જોખમ ઘટાડે

રોગ પ્રતિકારક શક્તિ વધારે

બીટ શિયાળાની ઋતુમાં થાય છે. બીટનું સલાડ, શાક અથવા જ્યુસ બનાવીને પણ સેવન કરી શકાય છે. લોહીની ઉણપને પુરી કરવા અને હિમોગ્લોબિનને સુધારવા માટે દરરોજ એક બીટ ખાવું જોઇએ. બીટની અંદર આયર્ન, વિટામિન B હોય છે. બિટમાં ફાયબરનું પ્રમાણ હોય છે જેના લીધે શરીરનું વજન ઓછું થાય છે.

બીટનું સેવન હ્રદય માટે ઘણું ફાયદાકારક છે. બીટની અંદર મોટાં પ્રમાણમાં વિટામિન B9 હોય છે, જે કોષોના વિકાસ અને તેના કાર્યોને યોગ્ય રીતે કરવામાં મદદ કરે છે. બીટ રક્તકણોને થતાં નુકશાનને નિયંત્રિત કરવામાં મદદ કરે છે. તેનાથી હ્રદયરોગ અને હાર્ટ-અટેકના ખતરાને ઓછું કરી શકાય છે.

બીટની અંદર નાઇટ્રેટ હોય છે જે શરીરની અંદર જતાં જ નાઇટ્રિક ઑક્સાઇટમાં બદલી જાય છે અને રક્તવાહીનીઓને પહોળા કરવામાં મદદ કરે છે. જેના દ્વારા બ્લડ પ્રેશરને કંટ્રોલ કરી શકાય છે. બીપીના દર્દીઓએ દરરોજ એક બીટ ખાવું .

બીટની અંદર ફાઈબર હોય છે, જેથી શરીરમાં સારા બેક્ટેરિયાનું પ્રમાણ વધે છે. બીટ ખાવાથી પાચન તંત્ર મજબૂત બને છે અને રોગ પ્રતિકારક શક્તિ વધે છે. કબજિયાત જેવી સમસ્યાથી પણ રાહત મળે છે.

સ્ટેમિના વધારે

બીટનું જ્યુસ પીવાથી સ્ટેમિના વધે છે. જો તમે દરરોજ વ્યાયામ કરતાં હોય તો તમારા હ્રદયના સારા કાર્ય માટે બીટનું સેવન કરવું જોઈએ. તેનાથી રક્તસ્ત્રાવ પણ સારો રહેશે.

લોહીની ઉણપ પૂરી કરે છે

જો શરીરમાં લોહીની ઉણપ જણાય તો તમારે બીટનું નિયમિત રીતે સેવન કરવું જોઈએ. બીટ ખાવાથી હિમોગ્લોબિન પણ સુધરે છે. આખો મજબૂત બને છે.