સ્કીનથી લઈને વાળની અનેક સમસ્યામાં રાહત આપશે આ વસ્તુઓ, જાણીને કરો ઉપયોગ

સ્કીનથી લઈને વાળની અનેક સમસ્યામાં રાહત આપશે આ વસ્તુઓ, જાણીને કરો ઉપયોગ

નારિયેળ તેલ સ્કીનને નરિશ અને મોઇશ્ચરાઇઝ કરી તેને હેલ્ધી બનાવે છે

લીંબુમાં રહેલી સ્કીન લાઇટનિંગ પ્રોપર્ટી સ્કીનને ગ્લોઇંગ બનાવે છે

જો સ્કીન સેન્સિટિવ છે અથવા બર્નિંગ છે તો તેનો ઉપયોગ ન કરો

લાંબા વાળ માટે

આ બંનેમાં પૂરતા પ્રમાણમાં મિનરલ્સ અને પ્રોટીન હોય છે એટલે તેનું મિશ્રણ વાળના ગ્રોથમાં મદદ કરે છે અને તેના રેગ્યુલર ઉપયોગથી તમને થોડા જ સમયમાં લાંબા વાળ મળી શકે છે. સપ્તાહમાં 2થી 3 વખત મોટા ચમચા નારિયેળ તેલમાં 1 મોટો ચમચો લીંબુનો રસ મિક્સ કરીને સ્કેલ્પને મસાજ કરો. 10 મિનિટ પછી ધોઈ લો. 

સ્મૂધ અને ગ્લોઇંગ સ્કીન માટે 

નારિયેળ તેલ તમારી સ્કીનને નરિશ અને મોઇશ્ચરાઇઝ કરી તેને હેલ્ધી બનાવે છે અને તેમાં રહેલા એન્ટિ-ઓક્સીડેન્ટ્સ તમારી સુંદરતા વધારે છે. ત્યારે લીંબુમાં રહેલી સ્કીન લાઇટનિંગ પ્રોપર્ટી સ્કીનને ગ્લોઇંગ બનાવે છે. 2 નાના ચમચા નારિયેળ તેલમાં 1 નાની ચમચી લીંબુનો રસ મિક્સ કરીને કોટનની મદદથી ચહેરા અને ગરદન પર લગાવો. સુકાય જવા પર ધોઈ લો. 

ડેન્ડ્રફ માટે 

લીંબુમાં રહેલી એસિડિક અને એન્ટિ-બેક્ટેરિયલ પ્રોપર્ટીઝ અને નારિયેળ તેલમાં રહેલા એન્ટિ-ઓક્સીડેન્ટ્સ આ પરેશાનીને ખતમ કરવામાં અસરકારક હોય છે. સપ્તાહમાં 2 વખત નહાવા જવાની 15 મિનિટ પહેલા 2 નાની ચમચી નારિયેળ તેલમાં 2 મોટા ચમચા લીંબુનો રસ મિક્સ કરીને સ્કેલ્પની મસાજ કરો અને પછી નહાવા જતી વખતે તેને સરખી રીતે ધોઈ લો.