ગૃહ રાજ્ય મંત્રીનું નવરાત્રી પર્વને લઈ મહત્વનું નિવેદન : મહિલાઓ માટે મહત્વની જાહેરાત

ગૃહ રાજ્ય મંત્રીનું નવરાત્રી પર્વને લઈ મહત્વનું નિવેદન : મહિલાઓ માટે મહત્વની જાહેરાત

મોર્નિંગ ન્યુઝ ફોક્સ ( જશવંત પટેલ ) : સુરત સહિત સમગ્ર ગુજરાતમાં આવતીકાલથી નવરાત્રીનો આરંભ થઈ રહ્યો છે ત્યારે સુરત ખાતે યોજાયેલી એક પ્રેસ કોન્ફરન્સમાં ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે હવે મોડી રાત સુધી ખેલૈયાઓ ગરબા રમી શકશે.તો વળી બીજી બાજુ કોમર્શિયલ ગરબા આયોજકોને ચીમકી પણ આપી હતી કે, કોમર્શિયલ ગરબા આયોજકોએ ખેલૈયાઓ માટે સંપૂર્ણ સુરક્ષા વ્યવસ્થાઓ કરવાની રહેશે અને કોઈ પણ પ્રકારની ભક્તિને ખલેલ પહોંચે તે પ્રકારના ઘટના કે એ પ્રકારના ગીતો એ ચલાવી લેવામાં આવશે નહીં.

સંઘવી એ જણાવ્યું હતું કે, મારી બધી જ બહેન-દીકરીઓને ખાસ કરીને વિનંતી છે કે કોઈ પણ જગ્યા પર નાની એવી પણ તકલીફ તમને નજરે પડે, તમે એક્ટિવામાં ગયા છો અને રસ્તામાં એક્ટિવા બંધ પડી ગયું અને હવે ઘરે કઈ રીતે પહોંચશો, તમારી બધાની જ સેવામાં ગુજરાત પોલીસ ઉપલબ્ધ છે. કોઈ પણ તકલીફ પડે, તમને માત્ર એટલી જ વિનંતી છે કે વગર વિચારે 112 પર એકવાર માત્ર જાણકારી આપી દેજો જેથી ઝડપથી આપને મદદ મળી રહે. એ જ પ્રકારે વ્યવસ્થાઓમાં કોઈ પણ ગેરવ્યાજબી લોકો ફાયદો ના લઇ જાય એ પ્રકારની વ્યવસ્થાઓ આ વખતે ગોઠવી છે.