સુરતમાં વિકાસનું ડબલ એન્જિન : વરિયાવ - વેડ રોડ ને જોડતા બ્રિજનું કાર્ય પૂજોશમાં: અમરોલી બ્રિજનું ટ્રાફિક હળવું થશે

મ્યુનિસિપલ કમિશ્નર શાલીની અગ્રવાલ ના કાર્યકાળ દરમિયાન ડબલ વેગ થી ચાલી રહ્યા છે વિકાસ કાર્યો

સુરતમાં વિકાસનું ડબલ એન્જિન : વરિયાવ - વેડ રોડ ને જોડતા બ્રિજનું  કાર્ય પૂજોશમાં: અમરોલી બ્રિજનું ટ્રાફિક હળવું થશે

મોર્નિંગ ન્યુઝ ફોકસ ( જશવંત પટેલ) : હાલમાં અમરોલી, ન્યુ કતારગામ, વરિયાવ તરફથી વેડ રોડ - કતારગામ તરફ આવવા માટે એક અને માત્ર એક અમરોલીનો બ્રિજ કાર્યરત છે .જેને કારણે વહેલી સવારે અને સાંજના સમયે ડાયમંડ વર્કરો પોતાના કામ ધંધે જતા અને પરત આવતા હોવાને કારણે આ બ્રિજ ઉપર ભારે ટ્રાફિક સમસ્યા સર્જાય છે. એટલું જ નહીં પરંતુ વેલંજા તરફથી કતારગામ આવવા માટે પણ આ એકમાત્ર સરળ રસ્તો હોઇ બ્રિજ પર સવારે 7.00 વાગ્યાથી 9:00 વાગ્યા સુધી અને સાંજે 6.00 વાગ્યા થી 9:00 વાગ્યા સુધી ભારે ટ્રાફિક હોય છે. પરંતુ ટૂંક સમયમાં વરીયાવ થી વેડરોડ ને જોડતો બ્રિજ કાર્યરત થવાથી અમરોલી બ્રિજ પરના ટ્રાફિકમાં ઘણી રાહત થઈ જશે.

મોર્નિંગ ન્યુઝ ફોકસ ની ટીમે વરીયાવ - વેડ રોડ ઓવરબ્રિજની મુલાકાત લીધી ત્યારે મળેલી માહિતી મુજબ હાલમાં આ બ્રિજ નું કાર્ય પૂરજોશમાં ચાલી રહ્યું છે.આગામી જૂન મહિનાના અંત સુધીમાં આ બ્રિજ સંપૂર્ણપણે તૈયાર થઈ જશે એવું માનવામાં આવી રહ્યું છે. બ્રિજ તૈયાર થતા એને શક્ય એટલું ઝડપથી કાર્યરત કરવામાં આવશે. જેને કારણે અમરોલી બ્રિજ પર ટ્રાફિકનું ભારણ ઘટશે.

         (SMC કમિશ્નર શાલીની અગ્રવાલની ફાઈલ તસ્વીર)

SMC ના સુત્રો પાસેથી મળેલી માહિતી મુજબ વરિયાવ- વેડરોડ ને જોડતા તાપી નદી પરના આ ઓવરબ્રિજ નું ટેન્ડર 118.42 કરોડ નું છે. આ ઓવરબ્રિજ આશરે 1.5 km લંબાઇ ધરાવતો બ્રિજ છે. સુરત મ્યુનિસિપલ કમિશનર શાલીની અગ્રવાલ ના માર્ગદર્શન હેઠળ શહેરમાં વિકાસ કાર્યો ખૂબ જ ઝડપથી ચાલી રહ્યાં છે. જેના ભાગરૂપે આ ઓવર બ્રિજ ની કામગીરી પણ ખૂબ જ પુર ઝડપથી ચાલી રહી છે ત્યારે ટૂંક સમયમાં બ્રિજનું કામ પૂર્ણ થઈ કાર્યરત થતા અમરોલી, વરિયાવ,વેલાંજા અને ન્યુ કતારગામ થી વેડ- કતારગામ જવા આવવાનું અંતર ઘટી જશે.સાથે સાથે સમય પણ બચશે.