કચ્છ: સફેદરણમાં રંગબેરંગી પંતગોએ આકર્ષણ જમાવ્યુ
Mnf network: રાજ્યના અલગ-અલગ જિલ્લાઓમાં હાલ પતંગ ઉત્સવનું આયોજન થઇ રહ્યુ છે. ત્યારે કચ્છનું ટુરીસ્ટ હબ ગણાતા સફેદરણમાં આંતરરાષ્ટ્રીય પંતગ મહોત્સવનું આયોજન કરાયુ હતુ. જેમાં દેશ-વિદેશના પંતગબાજોએ ભાગ લીધો હતો.
જેમાં સફેદરણમાં રંગબેરંગી પંતગોએ આકર્ષણ જમાવ્યુ હતુ.
કચ્છના પ્રવાસન હબ ધોરડો ખાતે પંતગ મહોત્સવનું આયોજન
કચ્છના પ્રવાસન હબ ધોરડો ખાતે પંતગ મહોત્સવનું આયોજન કરાયુ હતુ. જેમાં દેશ-વિદેશના 50થી વધુ પંગતબાજોએ ભાગ લીધો હતો. સફેદ રણ અને ખુલ્લા આકાશમાં પવને પંતગબાજોને મજા કરાવી હતી. આકાશમાં રંગ બેરંગી પતંગોએ આકર્ષણ જમાવ્યું હતું. સફેદરણમાં ફરવા આવેલા પ્રવાસીઓએ પણ પંતગ મહોત્સવ નિહાળી પ્રવાસનો આનંદ બેવડાયો હતો. 12 દેશોના 50 પતંગબાજોએ ભાગ લીધો હતો. પંતગબાજોએ પણ રણમાં પંતગના ચગાવી અદભૂદ આનંદ લીધો હતો. પંતગબાજોએ આકાશને રંગે બેરંગી પતંગથી સજાવી દીધું હતું.
સફે્દરણમાં રંગબેરંગી પંતગોએ અનેરો નઝારો સર્જયો
ગુજરાતના અનેક સ્થળે આંતરરાષ્ટ્રીય પંતગ મહોત્સવનું આયોજન થાય છે. પંરતુ કચ્છના સફે્દરણમાં રંગબેરંગી પંતગોએ અનેરો નઝારો સર્જયો હતો. જેનાથી પંતગબાજો અને પ્રવાસીઓ બન્ને રોમાચીંત થયા હતા.