કોરોના રસી લીધા બાદ પતિ-પત્નીએ કઈ વાતનું રાખવું પડશે ધ્યાન : જાણો- એક્સપર્ટ શુ કહે છે ?
મોર્નિંગ ન્યુઝ ફોકસ નેટવર્ક : કોરોના વાયરસની રસી લીધા પછી શું કરવું અને શું ન કરવું તે અંગે આજકાલ ઘણી વાતો થઈ રહી છે. લોકો સોશિયલ મીડિયા પર રસી અંગે વિવિધ પ્રશ્નો ઉભા કરી રહ્યા છે. આમાંનો એક સવાલ એ પણ છે કે કોવિડ રસી લીધા પછી પાર્ટનર સાથે સમાગમ સલામત છે?
જોકે આરોગ્ય મંત્રાલય દ્વારા કોઈ માર્ગદર્શિકા જારી કરવામાં આવી નથી, પરંતુ તબીબી નિષ્ણાતો લોકોને તેના પર થોડી સાવચેતી રાખવા સલાહ આપી રહ્યા છે. નિષ્ણાતો સૂચવે છે કે રસીનો બીજો ડોઝ લીધા પછી પુરુષો અને સ્ત્રીઓએ ગર્ભનિરોધકનો ઉપયોગ કરવો જોઈએ અને આ દરમિયાન કુટુંબિક આયોજન ટાળવું જોઈએ.
જો કે સરકાર દ્વારા ફક્ત ગર્ભવતી અને સ્તનપાન કરાવતી મહિલાઓને જ રસી ન લેવાની સલાહ આપવામાં આવી છે, પરંતુ રસી બાદ સમાગમ સાવચેતી અંગે કંઇ કહેવામાં આવ્યું નથી.નિષ્ણાત કહે છે કે જેમને રસી અપાય છે તેઓએ 3-6 મહિના સુધી પાર્ટનર સાથે ડાયરેક્ટ સમાગમ ટાળવો જોઈએ.
ડોક્ટર કહે છે કે રસીનો બીજો ડોઝ લીધા પછી પુરુષો અને સ્ત્રીઓએ ઓછામાં ઓછા 2 થી 3 અઠવાડિયા સુધી કોન્ડોમ જેવા ગર્ભનિરોધકનો ઉપયોગ કરવો જોઈએ. કારણ છે કે સમાગમ દરમિયાન બોડી ફ્લુઇડ્સ એકબીજાના સંપર્કમાં આવે છે.જણાવી દઈએ કે કોવાક્સિનના ત્રીજા તબક્કાની ક્લિનિકલ ટ્રાયલ હજી પણ ચાલુ છે અને આમાં વોલંટિયર્સને ત્રણ મહિના સુધી સમાગમ દરમિયાન કોન્ડોમનો ઉપયોગ કરવાની સલાહ આપવામાં આવી રહી છે. પુરુષ વોલંટિયર્સને પણ સલાહ આપવામાં આવી છે કે રિક્રૂટમેન્ટ ક્રાઈટેરિયામાં રહેલા પુરુષોને ત્રણ મહિના સુધી વીર્યનું દાન ન કરવા માટે પણ કહેવામાં આવ્યું છે.