મોબાઈલ સેફ્ટી માટે કેમ બેસ્ટ છે ગોરિલ્લા ગ્લાસ ?
Mnf network : મોબાઈલ હાથમાંથી પડી જાય અને તૂટી જાય. ત્યારે સ્ક્રીન તૂટે છે અથવા મોબાઈલ પણ બગડે છે. ઘણી વખત નવા મોબાઈલ સાથે પણ આવી ઘટના બને છે અને થોડા દિવસો કે કલાકોમાં મોબાઈલ જૂનો દેખાવા લાગે.
ગોરિલ્લા ગ્લાસને અલ્કાલી-એલ્યૂમિના સિલિકેટની સીટ્સમાંથી બનાવવામાં આવે છે. તેનો ઉપયોગ ઈલેક્ટ્રિક ડિવાઈસમાં કરવામાં આવે છે.
ગોરિલ્લા ગ્લાસનો પહેલો વેરિએન્ટ 2008માં લોન્ચ થયો હતો.
વર્ષ 2008થી હમણા સુધી કુલ ગોરિલ્લા ગ્લાસના 7 વેરિએન્ટ આવી ચૂક્યા છે
ગોરિલ્લા ગ્લાસનો 7મો વેરિએન્ટ Victus આ વર્ષે જુલાઈમાં લોન્ચ કરવામાં આવ્યું હતુ.
ઘણીવાર ઉપયોગ કરતી વખતે તમારો મોબાઈલ ગરમ થઈ જાય છે. ગોરિલા ગ્લાસમાં ઉચ્ચ ગરમીનો સામનો કરવાની શક્તિ છે, તેથી તમે ફોન પર વાત કરી શકો છો અથવા તમારા ઇલેક્ટ્રોનિક ઉપકરણનો લાંબા સમય સુધી રોકાયા વિના ઉપયોગ કરી શકો છો.
ગોરિલ્લા ગ્લાસ મોબાઈલ માટે બેસ્ટ રહેશે. આ ગ્લાસ પાછળ 100-200નો ખર્ચ કર્યા બાદ કોઈ અકસ્માત છતા તમારો મોબાઈલ સુરક્ષિત રહે છે.