ભાજપની ગૌરવ યાત્રાનો બહુચરાજીથી પ્રારંભ : APMC ચેરમેન દિનેશભાઇ પટેલે ભાજપા રાષ્ટ્રીય અધ્યક્ષને સ્મૃતિભેટ અર્પણ કરી

મોર્નિંગ ન્યુઝ ફોકસ (જશવંત પટેલ) : ગુજરાત વિધાનસભાની 2022 ની ચૂંટણીઓના પડધમ વાગી રહ્યા છે ત્યારે ભાજપ દ્વારા સમગ્ર રાજ્યમાં ગૌરવયાત્રાનો શુભારંભ કરવામાં આવ્યો છે. ગૌરવયાત્રાના માધ્યમ થકી ભાજપ રાજ્યના તમામ જિલ્લાઓમાં મતદારોના સીધા સંપર્કમાં જશે અને ભાજપ સરકાર દ્વારા ગુજરાતમાં જે વિકાસલક્ષી કામગીરી અને યોજનાઓમાં મૂકવામાં આવી તેની વિસ્તૃત માહિતી આપીને લોકોનો ભરોસો જીતવાનો પ્રયત્ન કરશે જેના સંદર્ભમાં ભાજપે આ વખતે નવું ચૂંટણી સૂત્ર 'ભરોસા ની ભાજપ સરકાર' એવું આપ્યું છે.
ગઈ કાલે મહેસાણાના બહુચરાજી થી ગૌરવયાત્રાનો પ્રારંભ ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે પી નડ્ડા.ની હાજરીમાં કરવામાં આવ્યો હતો.જેમાં ભાજપના મહેસાણા જિલ્લાના તમામ દિગજજ નેતાઓ અને કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમમાં એશિયાની સૌથી મોટી ઊંઝા એપીએમસીના ચેરમેન દિનેશભાઈ પટેલે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષને સ્મૃતિ ભેટ અર્પણ કરી હતી. અત્રે નોંધનીય છે કે ઊંઝા એપીએમસી એશિયાની સૌથી મોટી એપીએમસી છે જે ચેરમેન દિનેશભાઈ પટેલના નેતૃત્વમાં દિન પ્રતિદિન ઉત્તરો ઉત્તર પ્રગતિ કરી રહી છે. ત્યારે ઊંઝા એપીએમસી ની નોંધ રાષ્ટ્રીય કક્ષાએ પણ લેવામાં આવેલી છે. દિનેશભાઈ પટેલના નેતૃત્વમાં ઊંઝા એપીએમસીના ટન ઓવરમાં છેલ્લા ત્રણ વર્ષમાં ધરખમ નોંધપાત્ર વધારો થયો છે જે 'ખરું માપ, રોકડા નાણાં અને પારદર્શક વહીવટ નો નિર્દેશ કરે છે.