વડનગર-ભુજ એ.સી.વોલ્વો એસ.ટી.બસ શરૂ કરાતાં નગરજનો ખુશખુશાલ : ગીરીશભાઈ પટેલ, નગરસેવક

વડનગર-ભુજ એ.સી.વોલ્વો એસ.ટી.બસ શરૂ કરાતાં કચ્છની યાત્રા સરળ બનશે

વડનગર-ભુજ એ.સી.વોલ્વો એસ.ટી.બસ શરૂ કરાતાં નગરજનો ખુશખુશાલ : ગીરીશભાઈ પટેલ, નગરસેવક

મોર્નિંગ ન્યુઝ ફોકસ વડનગર : પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના વતન વડનગર માંથી સીધા ભુજ જી શકાય તે માટે એસ.ટી.વિભાગ દ્વારા વડનગર-ભુજ એ.સી.વોલ્વો સ્લીપર બસ શરૂ કરવામાં આવી છે. જેથી વડનગર વાસીઓમાં આનંદની લાગણી પ્રસરી છે.

વડનગર થી ભુજ જવા સાંજે 7 : 00 વાગે બસ ઉપડશે 

બસ સેવા ચાલુ કરવામાં આવી છે તે બદલ વડનગર ડેપો મેનેજર એમ.એમ.દાદુ, વડનગર કમૅચારી મંડળના આગેવાન ર્કીર્તિભાઈ પટેલ , ભરતભાઇ ચૌધરી, નારણભાઇ ચૌધરી તેમજ ડેપોના અન્ય કામદારો દ્વારા નવિન ચાલુ થયેલ બસ નું ઉમળકાથી સ્વાગત કરેલ.વડનગરના નગર સેવક ગીરીશભાઈ પટેલે બસ સેવા શરૂ કરવા બદલ એસ.ટી.વિભાગનો આભાર વ્યક્ત કર્યો હતો.