ઊંઝા : રેલ્વે સ્ટેશન માસ્તરે માનવતા મહેકાવી : ખોવાયેલું પર્સ માલિકને પરત કરાયું
મોર્નિંગ ન્યુઝ ફોકસ નેટવર્ક : ઊંઝા રેલવે સ્ટેશન પર બે દિવસ અગાઉ સ્ટેશન માસ્ટરને પર્સ મળ્યું હતું. જે તપાસ કરતાં પર્સમાં ડેબિટકાર્ડ, પાનકાર્ડ, આધારકાર્ડ સહિતના ડોક્યુમેન્ટ અને રૂ. 450 રોકડ મળી આવી હતી. જેથી સ્ટેશન માસ્ટરે પર્સ પરત કર્યું હતું.
ઊંઝા રેલવે સ્ટેશને બે દિવસ અગાઉ કી-મેનને પર્સ મળ્યું હતું. જે સ્ટેશન માસ્ટરને આપ્યું હતું. કોઈ લેવા આવશે, એવી રાહ જોતા પર્સ બે દિવસ પયુ રહ્યું પણ કોઈ લેવા આવ્યુ ન હતું. પર્સમાં એવુ કોઈ ડોક્યુમેન્ટ ન હતું. જેથી યુવાનનો સંપર્ક થઈ શકે.
જેથી સ્ટેશન માસ્ટર વિવેકકુમાર દ્વારા યુવાનના ડેબિટ કાર્ડના આધારે કસ્ટમેર કેરનો સંપર્ક કરી યુવાનનો મોબાઈલ સંપર્ક કર્યો હતો અને ખાનગી બેન્ક મારફતે યુવાનની વિગતો જાણવા મળી હતી, જેમાં રાવત ગોવિંદસિંહ અર્જુન (રહે. અમદાવાદ, મૂળ રહે. રાજસ્થાન) હોવાનું જાણવા મળ્યું હતું. જે પરત ઊંઝા રેલવે સ્ટેશન પર પર્સ લેવાં આવતાં તેને સોંપવામાં આવ્યું હતું.