સિદ્ધપુર : મેથાણ ગામના વિદ્યાર્થીઓ માટે કેબિનેટ મંત્રી બળવંતસિંહ રાજપૂતે કર્યું મોટું કામ : ડેપો મેનેજર ની પણ થઈ વાહ વાહી

- મેથાણ ગામના વિદ્યાર્થીઓને સિદ્ધપુર અભ્યાસ અર્થે આવવા જવામાં પડતી હતી મુશ્કેલી
- વિદ્યાર્થીઓએ એસટી બસનો રૂટ શરૂ કરવા માટે કેબિનેટ મંત્રી બળવંતસિંહ રાજપૂતને કરી હતી રજૂઆત.
મોર્નિંગ ન્યુઝ ફોકસ ( જશવંત પટેલ) : સિદ્ધપુર તાલુકાના મેથાણ ગામે છેલ્લા કેટલાક સમયથી વિદ્યાર્થીઓને સિધ્ધપુર અભ્યાસ અર્થે આવવા અને જવા માટે બસની મુશ્કેલીઓ પડતી હતી. જેને લઈને આ વિસ્તારના સક્રિય ધારાસભ્ય એવા કેબિનેટ મંત્રી બળવંતસિંહ રાજપૂતને રજૂઆત કરવામાં આવી હતી.જેને લઈને બળવંતસિંહ રાજપૂત દ્વારા તાજેતરમાં જ મેથાણ ગામની મુલાકાત લેવામાં આવી હતી.
ત્યારે વિદ્યાર્થીઓએ મેથાણથી સવારે 06 :45 તથા સિધ્ધપુર થી બપોરે 11 : 00 કલાકે વિદ્યાર્થીઓ માટે કોલેજ આવવા તથા જવા માટે કોઇ બસની વ્યવસ્થા ન હોવાની રજૂઆત બળવંતસિંહ રાજપૂતને કરી હતી.જેથી મંત્રી બળવંતસિંહ રાજપૂતે તાત્કાલિક સિધ્ધપુર ડેપો મેનેજર ને આ બાબતે જાણ કરી હતી.
જેથી સિધ્ધપુર ડેપોના યુવા ઉત્સાહી તથા સતત વિદ્યાર્થીઓના અભ્યાસની ચિંતા કરતા ડેપો મેનેજર ચેતનકુમાર જી. ચૌધરી એ તાત્કાલીક ફરજ પરના ટી.સી. એલ.ટી. રાજપુતને સુચના આપતાં તેઓ દ્વારા મેથાણ ગામની રૂબરૂ મુલાકાત લઇ વિદ્યાર્થીઓને મળી સદર બન્ને ગાડીઓની વ્યવસ્થા કરી આપી હતી.જે બાબતે મેથાણ ગામના વિદ્યાર્થીઓ, વેપારીઓ તેમજ અન્ય મુસાફર જનતાએ ડેપો મેનેજર તેમજ કેબિનેટ મંત્રી બલવંતસિંહ રાજપુત નો આભાર વ્યક્ત કર્યો હતો.