સુરત : ભાજપનાં આ મહિલા ધારાસભ્યની કોરોનાગ્રસ્ત દર્દીઓ માટેની દરિયાદિલી જાણીને તમે પણ કરશો પ્રશંસા
ચોર્યાસીના ધારાસભ્ય ઝંખનાબેન પટેલ દ્વારા ગભેણી ગામે ovid કેર સેન્ટર માટે 1,11,111 નું અનુદાન અપાયું.
કોવિડ કેર આઇસોલેશન સેન્ટર શરૂ કરવા બદલ તેમણે નરેશભાઈ ખલાસીનો આભાર માન્યો.
અગાઉ તેમના પ્રયત્નોથી 80 બેડની સુવિધાવાળું કોવિડ કેર આઇસોલેશન સેન્ટર કાર્યરત કરાયું હતું.
મોર્નિંગ ન્યુઝ ફોકસ,સુરત : કોરોના ની કપરી પરિસ્થિતિમાં પણ સુરત અડીખમ ઉભું છે તેની પાછળ ક્યાંક ને ક્યાંક સુરતીઓની દરિયાદિલી નું પરિણામ હોય તેવું સ્પષ્ટ લાગી રહ્યું છે. સમગ્ર રાજ્યમાં જ્યારે બેડ અને ઓક્સિજનની અક્ષત સર્જાઇ છે ત્યારે સુરતીઓએ કોરોના ગ્રસ્ત દર્દીઓ માટે ઠેરઠેર covid કેર isolation સેન્ટરો શરૂ કર્યા છે જેના પરિણામે કોરોના ગ્રસ્ત દર્દીઓને રાહત મળી છે.
સુરત ભાજપ દ્વારા પણ ઘણી પ્રશંસનીય કામગીરી કરવામાં આવી છે. સુરત ભાજપના ચોર્યાસીના ધારાસભ્ય ઝંખનાબેન પટેલના પ્રયત્નો દ્વારા અગાઉ એક 80 બેડનું કોવિડ કેર આઇસોલેશન સેન્ટર શરૂ કરાયું હતું. જેનું ઉદ્ઘાટન ભાજપ પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલે કર્યું હતું. તો વળી તાજેતરમાં ગભેણી ગામ ના નરેશભાઈ ખલાસી દ્વારા બુડિયા સ્થિત કોવિડ કેર સેન્ટર માટે પણ ભાજપનો આ ધારાસભ્ય ઝંખનાબેન પટેલ દ્વારા 1,11,111 રૂપિયાની આર્થિક મદદ કરવામાં આવી હતી. આમ ઝંખનાબેન પટેલ પોતાના વિસ્તારમાં લોકોને કોરોના ની કપરી પરિસ્થિતિમાં મુશ્કેલી ન પડે તે માટે સતત કાર્ય કરી રહ્યા છે.