PM મોદી એ ધારણ કરેલો ' નમો ખેસ ' કાર્યકરોમાં લોકપ્રિય બન્યો : શું સંગઠનમાં ફેરફાર થશે ?

PM મોદી એ ધારણ કરેલો ' નમો ખેસ ' કાર્યકરોમાં લોકપ્રિય બન્યો : શું સંગઠનમાં ફેરફાર થશે ?

મોર્નિંગ ન્યુઝ ફોકસ નેટવર્ક : પ્રધાનમંત્રી મોદી ગુજરાતની મુલાકાતે આવતા હોય છે ત્યારે કંઈક ને કંઈક નવીનતા જોવા મળતી હોય છે. તાજેતરમાં ગુજરાતની મુલાકાતે આવેલ પ્રધાનમંત્રી એક નવા કેસમાં જોવા મળ્યા હતા.જેમાં ખેસમાં એક તરફ નરેન્દ્ર મોદીનું ચિત્ર હતું તો બીજી તરફ કમળનું ચિત્ર હતું જે ખૂબ જ આકર્ષણનું કેન્દ્ર બન્યું હતું.

પ્રધાનમંત્રી મોદીએ આ ખેસ પહેર્યો તેના પછી મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ, પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ તેમજ કાર્યક્રમમાં ઉપસ્થિત તમામ કાર્યકર્તાઓએ આ ખેસ પહેર્યો હતો.જેમાં કેટલાકના હૃદય ઉપર કમળનું ચિત્ર હતું તો કેટલાકના હૃદય તરફના ભાગમાં નરેન્દ્ર મોદીનું ચિત્ર દેખાતું હતું. જે હોય તે પણ હવે જ્યારે જ્યારે ભાજપના કાર્યક્રમો યોજાશે ત્યારે કદાચ આ નવો 'નમો ખેસ ' જોવા મળી શકે છે.

આમ તો એવું માનવામાં આવતું હતું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી કાર્યક્રમ બાદ ગુજરાતના મુખ્યમંત્રી અને પ્રદેશ પ્રમુખ સાથે બેઠક કરી શકે છે.પરંતુ કાર્યક્રમ પૂર્ણ થયા બાદ તેઓ સીધા રાજભવન ખાતે ગયા હતા. પક્ષના નેતાઓ સાથે કોઈ પણ પ્રકારની બેઠક કરી ન હતી. અત્રે નોંધનીય છે કે છેલ્લા કેટલાય સમયથી ચર્ચાઓ ચાલી રહી છે કે ભાજપ સંગઠનમાં પણ ફેરફારો થઈ શકે છે. જો કે મોદીની ગુજરાત મુલાકાત પૂર્ણ થયા બાદ જ ખબર પડી શકે છે કે ખરેખર સંગઠનમાં ફેરફાર થશે કે યથાવત રહેશે !