PM મોદીએ AAP ને અભિનંદન આપી પંજાબ વિશે કહી દીધી મોટી વાત, જાણો શુ કહ્યું ?

PM મોદીએ AAP ને અભિનંદન આપી પંજાબ વિશે કહી દીધી મોટી વાત, જાણો શુ કહ્યું ?

મોર્નિંગ ન્યુઝ ફોકસ (જશવંત પટેલ) : તાજેતરમાં પાંચ રાજ્યમાં આવેલા ચૂંટણી પરિણામોમાં ચાર રાજ્યોમાં ભાજપ નો જવલંત વિજય થયો છે. એકવાર ફરીથી મોદી લહેર કામ કરી ગઇ હોય તેવું પરિણામો પરથી સ્પષ્ટ જોવા મળ્યું છે.પરંતુ ભાજપ પંજાબમાં ફાવી શક્યું નથી. પંજાબમાં કોંગ્રેસ ને પછાડીને આમ આદમી પાર્ટી સત્તામાં આવી છે. ત્યારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ એક ટ્વીટ દ્વારા આમ આદમી પાર્ટીને પણ જીત બદલ અભિનંદન પાઠવ્યા છે.

પ્રધાનમંત્રી મોદીએ ટ્વીટમાં લખ્યું છે કે, "પંજાબમાં જીત મેળવવા બદલ આમ આદમી પાર્ટીને અભિનંદન. વધુમાં તેમણે જણાવ્યું છે કે પંજાબના કલ્યાણ માટે કેન્દ્ર સરકાર તરફથી તમામ પ્રકારની જરૂરિયાતો પૂરી પાડવામાં આવશે ".આમ એક જ કાંકરે નરેન્દ્ર મોદીએ તેમની કુશળ રાજનીતિજ્ઞ દ્વારા બે પક્ષી માર્યા છે. જોકે તેઓ રાજ નીતિમાં કુશળ છે.શત્રુને પણ મિત્ર બનાવવાની તેમની આગવી કળા છે. જે તેમના આ ટ્વિટમાં તાદ્રશ્ય થાય છે.