ઊંઝા : MLA ડો.આશાબેન પટેલે કરેલી રજૂઆત રંગ લાવી : બજેટમાં શહેરીજનોને મળી વિશેષ આરોગ્યલક્ષી સુવિધાઓ, જાણો વધુ
મોર્નિંગ ન્યુઝ ફોકસ (જશવંત પટેલ) : ઊંઝાના શ્રેષ્ઠ ધારાસભ્ય અવોર્ડ વિજેતા એવા સ્વ. ડો.આશાબેન પટેલ હવે આપણી વચ્ચે રહ્યા નથી. પરંતુ તેમણે કરેલા કાર્યોની સુવાસ આજે પણ પ્રસરી રહી છે ઊંઝા શહેરના વિકાસ માટે આપેલ તેમનું યોગદાન થકી આજે પણ તેઓ મત વિસ્તારના લોકોની વચ્ચે જીવંત રહ્યા છે. ઊંઝા શહેરમાં બ્રિજ બનાવવાથી લઈને શહેરને શિક્ષણ ક્ષેત્રે પણ અગ્રીમ સ્થાન અપાવનાર આશાબેન પટેલ શહેરના લોકો માટે આરોગ્ય સુખાકારી સગવડોની પણ દરકાર કરી હતી અને ગમે તેવી મહામારીમાં પણ શહેરના લોકોને ઈલાજ માટે ખિસ્સા ખાલી ન કરવા પડે તે માટે તેમણે સરકારમાં કરેલી ધારદાર રજૂઆતો નું પરિણામ ચાલુ વર્ષના નાણાકીય બજેટ માં જોવા મળ્યું હતું.
પ્રાપ્ત વિગતો મુજબ, ઊંઝાના સ્વ ધારાસભ્ય ડો આશાબેન પટેલની પૂર્વ રજુઆત ને ધ્યાનમાં લઈ આ બજેટમાં ઊંઝા સિવિલ હોસ્પિટલને અપગ્રેડ કરી 100 બેડની સુવિધાની માન્યતા મળી છે. આ માટે સમયગાઉ ઊંઝા ડો.આશાબેન પટેલ દ્વારા આરોગ્ય મંત્રી રૂષિકેશભાઈ પટેલને સરકારી હોસ્પિટલ ઉઝાને અપગ્રેડશન માટે જરૂરી મહેકમ મંજૂર કરવા બાબતે લેખિતમાં રજૂઆત કરવામાં આવી હતી. જે લેખિત રજૂઆતને પગલે સરકારી હોસ્પિટલ ઊંઝાને 100 પથારીની સુવિધાની માન્યતા મળી છે.
તાજેતરમાં જ નવિન બિલ્ડિંગનું લોકાર્પણ થયેલ છે. ઉંઝા શહેર અને આજુબાજુ વિસ્તારના જરૂરિયાત મંદ દર્દીઓને આરોગ્ય લક્ષી સેવાઓમાં વધુ સુવિધા મળે તે હેતુથી 100 પથારીની સુવિધા ધરાવતી પેટા જીલ્લા કક્ષાની હોસ્પિટલ અપગ્રેડશન માટે જરૂરી મહેકમ મંજૂર કરવા રજૂઆત કરવામાં આવી હતી. ઉંઝાના લોકપ્રિય સ્વ.ડૉ. આશાબેન પટેલની પૂર્વ રજુઆત ધ્યાને લઇ આગામી બજેટમાં ઊંઝા સિવિલ હોસ્પિટલને અપગ્રેડ કરી 100 બેડની સુવિધાની માન્યતા મળેલ છે. સ્વ.ધારાસભ્યની લાગણી અને માંગણીને ધ્યાને લઈ સરકારે બજેટમાં મંજૂરી આપવામાં આવી છે. મંજૂરી મળવા બદલ ઊંઝા એપીએમસીના ચેરમેન દિનેશભાઈ પટેલે આરોગ્યમંત્રી અને સરકારનો આભાર વ્યક્ત કર્યો હતો.