ઊંઝા : સ્વામી વિવેકાનંદ ગુજરાત રાજ્ય યુવા બોર્ડના તાલુકા સંયોજક યોગેશભાઈ પટેલે વેકસીનનો પ્રથમ ડોઝ લીધા બાદ શુ કહ્યું ? જાણો

ઊંઝા : સ્વામી વિવેકાનંદ ગુજરાત રાજ્ય યુવા બોર્ડના તાલુકા સંયોજક યોગેશભાઈ પટેલે વેકસીનનો પ્રથમ ડોઝ લીધા બાદ શુ કહ્યું ? જાણો

મોર્નિંગ ન્યુઝ ફોકસ ઊંઝા : હાલમાં કોરોના ને કારણે પરિસ્થિતિ દિનપ્રતિદિન બગડી રહી છે. ત્યારે સરકાર દ્વારા 45 વર્ષ કે તેથી વધુ વયના લોકોને કોરોના સામે રક્ષણ મેળવવા માટે વેક્સિનેશન આપવામાં આવી રહી છે.જેને લઇને લોકોમાં પણ આ વેક્સિનેશન પ્રત્યે ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. મહેસાણાના ઉંઝામાં વેક્સિનેશનને લઈને લોકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ગ્રામ્ય વિસ્તારોમાં પણ લોકો હોંશે હોંશે વેક્સિનેશન મુકાવી રહ્યા છે.

ત્યારે સ્વામી વિવેકાનંદ ગુજરાત રાજ્ય યુવા બોર્ડ ગુજરાત સરકાર ઊંઝા તાલુકાના સંયોજક યોગેશભાઈ પટેલ દ્વારા કોરોના જનજાગૃતિ અભિયાન અંતર્ગત રસી નો પ્રથમ ડોઝ લેવામાં આવ્યો. વેક્સિનેશન લીધા બાદ યોગેશ પટેલે જણાવ્યું હતું કે દરેક વ્યક્તિએ સરકારના નિયમો મુજબ ઉંમર મર્યાદા પ્રમાણે વેક્સિનેશન અવશ્ય કરાવવું જોઇએ. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, તારીખ 1 મે થી 18 વર્ષની ઉપરના યુવાનો રસી લઈ કોરોના સામે ની લડાઈમાં રાષ્ટ્રને મજબૂત બનાવે.