આઝાદીનો અમૃત મહોત્સવ : ઊંઝા દેશભક્તિના રંગમાં રંગાયું : 100 ફુટ ઊંચો રાષ્ટ્રધ્વજ 365 દિવસ લહેરાશે

આઝાદીનો અમૃત મહોત્સવ : ઊંઝા દેશભક્તિના રંગમાં રંગાયું : 100 ફુટ ઊંચો રાષ્ટ્રધ્વજ 365 દિવસ લહેરાશે

મોર્નિંગ ન્યુઝ ફોકસ, ઊંઝા (જશવંત પટેલ) : આજે 75 મા સ્વાતંત્ર પર્વની સમગ્ર દેશમાં ધામધૂમ પૂર્વક ઉજવણી કરવામાં આવી હતી. પ્રધાનમંત્રી નરેન્દ્ર ભાઈ મોદીના 75 મા સ્વાતંત્ર દિન નિમિત્તે આઝાદી કા અમૃત મહોત્સવને લઈને સમગ્ર દેશમાં ઠેર ઠેર તિરંગા રેલીઓનું પણ આયોજન થયું હતું. ત્યારે આજે મહેસાણા જિલ્લાના ઊંઝા શહેરમાં યોજાયેલી તિરંગા રેલીમાં અનોખો રાષ્ટ્રપ્રેમ જોવા મળ્યો હતો.

મહેસાણા જિલ્લાના ઊંઝા શહેરમાં કાયમ માટે 100 ફૂટ ઊંચા પોલ પર 30 × 20 નો તિરંગો હવે 365 દિવસ લહેરાતો જોવા મળશે.

સમગ્ર એશિયાભરમાં મસાલા માટે જાણીતા ઊંઝા નગરમાં આજે 75 મા સ્વાતંત્ર પર્વની શાનદાર ઉજવણી કરવામાં આવી હતી. જેમાં ઊંઝા નગરપાલિકા ના પ્રમુખ દ્વારા ગાંધી ચોકમાં ધ્વજવંદન કાર્યક્રમ બાદ ગાંધીચોકથી ઊંઝા બસ સ્ટેન્ડ પાસે આંબેડકર સાહેબના સ્ટેચ્યુ સુધી એક ભવ્ય તિરંગા રેલી યોજાઇ હતી. જેમાં આશરે સાતથી આઠ હજાર લોકો આ તિરંગા રેલીમાં યોજાયેલા જોડાયા હતા. ત્યારબાદ ઊંઝા હાઇવે પર કાયમ માટે 100 મીટર ઊંચા રાષ્ટ્રધ્વજ નુ ભારતીય જનતા પાર્ટીના મહામંત્રી અને પૂર્વ કલેકટર એવા આઈએએસ મહેન્દ્રભાઈ પટેલના વરદ હસ્તે આરોહણ કરવામાં આવ્યું હતું. સમગ્ર મહેસાણા જિલ્લાના એકમાત્ર ઊંઝા નગરમાં હવે કાયમ માટે 100 ફૂટ ઊંચો રાષ્ટ્રધ્વજ લહેરાતો જોવા મળશે. આ અભૂતપૂર્વ ક્ષણોને હજારો લોકોએ પોતાની આંખના કેમેરામાં કંડારી હતી.રાષ્ટ્રભક્તિના આ દ્રશ્ય એ ખરેખર ઊંઝા શહેરના નાગરિકો ની અનોખી દેશભક્તિના દર્શન કરાવ્યા હતા.