સુરત : નીલકંઠ કન્યા વિદ્યાલયમાં 75 મા સ્વાતંત્ર્ય પર્વની ઉત્સાહપૂર્વક ઉજવણી : તિરંગા રેલી યોજાઈ
મોર્નિંગ ન્યુઝ ફોકસ : આજે 15મી ઓગસ્ટ નિમિત્તે સમગ્ર દેશ 75 માં સ્વાતંત્ર પર્વની ઉમંગભેર ઉજવણી કરી રહ્યો છે ત્યારે સુરતના વેડરોડ ખાતે આવેલી નીલકંઠ કન્યા વિદ્યાલય માં 75 માં સ્વતંત્ર પર્વની ઉત્સાહપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી. જેના ભાગરૂપે નીલકંઠ કન્યા વિદ્યાલય ની વિદ્યાર્થીનીઓ દ્વારા આઝાદીના અમૃત મહોત્સવને લઈને એક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીનીઓ તિરંગા સાથે તિરંગા રેલીમાં જોડાઈ હતી.
આ ઉપરાંત ધ્વજ વંદન કાર્યક્રમ બાદ શાળાની વિદ્યાર્થીનીઓ દ્વારા જુદી જુદી સાંસ્કૃતિક કૃતિઓ રજૂ કરવામાં આવી હતી. વિદ્યાર્થીનીઓએ પોતાની જુદી જુદી સાંસ્કૃતિક કૃતિઓ દ્વારા દેશભક્તિ છલકાવી હતી. શાળાની વિદ્યાર્થીનીઓ દ્વારા દેશભક્તિ ગીતો પણ રજૂ કરવામાં આવ્યા હતા. શાળાના આચાર્ય અશોકભાઈ પટેલ દ્વારા પ્રાસંગિક પ્રવચન કરાયું હતું ત્યારબાદ bank of baroda ના અધિકારી દ્વારા ધ્વજ ફરકાવવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં શાળાના ટ્રસ્ટીઓ તેમજ વાલી મિત્રો ઉપસ્થિત રહ્યા હતા. વરસતા વરસાદમાં પણ વિદ્યાર્થીનીઓએ ઉત્સાહપૂર્વક પોતાની વિવિધ કૃતિઓ દ્વારા દેશભક્તિ ની જ્યોત પ્રગટાવતી સાંસ્કૃતિક કૃતિઓ રજૂ કરી હતી. સમગ્ર કાર્યક્રમનું સંચાલન શાળા શિક્ષક નિલેશભાઈ કટારીયા એ કર્યું હતું. શિક્ષક મિત્રોએ સાથે મળીને કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.