થર્ટી ફર્સ્ટ માટે પોલીસનો એક્શન પ્લાન, પાર્ટી પર પહેરો, સરહદે સઘન તપાસ, દારૂ પર ખાસ ડ્રાઈવ

થર્ટી ફર્સ્ટ માટે પોલીસનો એક્શન પ્લાન, પાર્ટી પર પહેરો, સરહદે સઘન તપાસ, દારૂ પર ખાસ ડ્રાઈવ

Mnf network:  થર્ટી ફસ્ટ એટલે પાર્ટી, ડાન્સ, મસ્તી અને ધમાલ કરવાનો અવસર...પરંતુ આ વખતે થર્ટી ફસ્ટની પાર્ટી કરતા પહેલાં ચેતી જજો...કેમ આ પાર્ટી પર પોલીસનો છે સઘન પહેરો...જો નિયમોને તોડ્યા તો કદાચ તમારા નવા વર્ષની ઉજવણી જેલમાં થઈ શકે છે.

થર્ટી ફસ્ટની ઉજવણી એટલે ડાન્સ, મસ્તી અને પાર્ટીના દ્રશ્યો આપણી નજર સામે આવી જાય...ગાંધીનગરના ગીફ્ટ સિટીમાં ભલે દારૂની છૂટ હોય..પરંતુ હજુ ગાંધીના ગુજરાતમાં દારૂબંધી છે..એટલા માટે જ થર્ટી ફસ્ટની ઉજવણીમાં દારૂપાર્ટીને રોકવા પોલીસ એક્શનમાં આવી ગઈ છે.

પોલીસની સઘન તપાસ અને દારૂબંધી વચ્ચે પણ થર્ટી ફસ્ટ પહેલાં ગુજરાતમાં દારૂની રેલમછેલ જોવા મળી રહી છે. અમદાવાદમાં એક જ દિવસમાં ડ્રિંક એન્ડ ડ્રાઈવની 39 ફરિયાદ નોંધી 20 આરોપી પકડવામાં આવ્યા..તો દેશી દારૂના પણ અમદાવાદમાં 114થી વધુ કેસ નોંધાયા...તો આ તરફ ખેડામાં તો થર્ટી ફસ્ટ પહેલાં જ વિદેશી દારૂનું આખું કન્ટેનર ઝડપાય.

નવા વર્ષે પાર્ટી કરી ઉજવણીની પરંપરા છે...પરંતુ આ પાર્ટીઓ કાયદાના દાયરામાં રહીને કરવી હિતાવહ છે...એટલા માટે લોકો શાંતિપૂર્ણ માહોલમાં નવા વર્ષની ઉજવણી કરી શકે તેના માટે પોલીસ એક્શનમાં આવી ગઈ છે...અને ખાસ ડ્રાઈવ યોજી નશો કરી બહાર નીકળનારાઓ પર સઘન પહેરો ગોઠવી દેવામાં આવ્યો છે.