વર્ષ ૨૦૨૬માં ભારતની સૌ પ્રથમ બુલેટ ટ્રેન સુરત-બીલીમોરા વચ્ચે દૃોડશે : અશ્ર્વિની વૈષ્ણવ
Mnf network: અમદૃાવાદૃ મુંબઈ વચ્ચે દૃોડનારી બુલેટ ટ્રેનના પ્રોજેક્ટની સ્થિતિ અંગે આજે વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટમાં પધારેલા કેન્દ્રીય રેલવે મંત્રી અશ્ર્વિની વૈષ્ણવે જણાવ્યું હતું કે “બુલેટ ટ્રેન પ્રોજેક્ટનું કાર્ય ખૂબ ઝડપથી પ્રગતિમાં છે અને આવનારા વર્ષ ૨૦૨૬માં સુરત અને બીલીમોરા વચ્ચે પહેલી બુલેટ ટ્રેન દૃોડશે.”
આ અંગે વધુ વાત કરતા અશ્ર્વિન વૈષ્ણવે જણાવ્યું હતું કે ” બુલેટ ટ્રેન પ્રોજેક્ટના રૂટ પર એક મહિનામાં ૧૨થી ૧૪ કિલોમીટરની સરેરાશ સાથે ૨૧૭ કિલોમીટરના કેબલ વાયરીંગનું કામ થઈ ચૂક્યું છે, મહારાષ્ટ્રમાં અગાઉ સરકારી મંજૂરીઓના અભાવે જે કામ અટક્યું હતું તે એકનાથ િંશદૃે અને દૃેવેન્દ્ર ફડણવિસની સરકાર આવ્યા પછી તમામ મંજૂરીઓ મળી ચૂકી છે અને તે કામ પણ હવે ઝડપથી શરૂ થઈ ગયું છે. મુંબઈમાં બુલેટ ટ્રેન માટે આખું અંડરગ્રાઉન્ડ સ્ટેશન બનાવાશે. બુલેટ ટ્રેનના રૂટમાં જ્યાં સમુદ્રની ખાડી આવે છે તેની ટનલનું ડિઝાઇિંનગનું કામ પણ થઈ ચૂકયું છે. આ ઉપરાંત બુલેટ ટ્રેનના રૂટમાં આવતી આઠ જેટલી નદૃીઓ પર પુલનું કામ પણ સંપન્ન થઈ ચૂકયું છે. અમદાવાદ ના સાબરમતી ખાતે બુલેટ ટ્રેનનું સ્ટેશન તો તૈયાર થઈ ચૂક્યું છે.