ખળભળાટ / ઊંઝા સીટ પર ભાજપને જીતાડવા કોંગ્રેસનો ગેમ પ્લાન : જગદીશ ઠાકોરના ગોળ ગોળ જવાબ

ખળભળાટ / ઊંઝા સીટ પર ભાજપને જીતાડવા કોંગ્રેસનો ગેમ પ્લાન : જગદીશ ઠાકોરના ગોળ ગોળ જવાબ

ઊંઝામાં ભાજપ અને aap ના ઉમેદવારોએ ચૂંટણી પ્રચાર કર્યો શરૂ

કોંગ્રેસના ઉમેદવારના નથી ઠેકાણા

કોંગ્રેસ ભાજપ સાથે સોદો કરી નબળો ઉમેદવાર ઉતારવાની પેરવી માં હોવાની ચર્ચા

અગાઉ કોંગ્રેસના પિન્કીબેન પટેલને તૈયારીઓ શરૂ કરવા આપી હતી સૂચના

ઉમેદવાર નક્કી હોય તો હજુ સુધી નામ જાહેર નહીં કરવા પાછળ શું કારણ ?

પિન્કીબેન પટેલ ભાજપને આપી શકે છે કાંટે કી ટક્કર

મોર્નિંગ ન્યુઝ ફોકસ (સુના સો ચુના) : ગુજરાતમાં ચૂંટણીનો માહોલ જામી રહ્યો છે ત્યારે ભાજપ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી દ્વારા મોટાભાગની વિધાનસભા સીટ પર ઉમેદવારોના નામ જાહેર કરવામાં આવ્યા છે પરંતુ ઉત્તર ગુજરાતની રાજનીતિનું કેન્દ્ર ગણાતા ઊંઝા ની સીટ ઉપર કોંગ્રેસે હજુ સુધી ઉમેદવાર જાહેર નહીં કરતા અનેક તર્ક વીતર કો શરૂ થયા છે.

શહેરમાં ચર્ચાથી વિગતો મુજબ ઊંઝામાં ભાજપ દ્વારા સંઘના કાર્યકર એવા કે કે પટેલને મેદાનમાં ઉતારવામાં આવ્યા છે જે બિલકુલ નવો ચહેરો છે. અત્યારે આમ આદમી પાર્ટી દ્વારા ઉર્વીશ પટેલ ની મેદાનમાં ઉતારવામાં આવ્યા છે પરંતુ કોંગ્રેસ દ્વારા હજુ સુધી ઊંઝા સીટ પર ઉમેદવારનું નામ જાહેર કરવામાં આવ્યું નથી. ત્યારે શહેરમાં એવી ચર્ચાઓ પણ ચાલી રહી છે કે કોંગ્રેસ ઊંઝા સીટ પર ભાજપ સાથે સોદો કરીને ભાજપ જીતે તે માટે નબળો ઉમેદવાર ઉતારવાની પરવીમાં છે.

અત્રે નોંધનીય છે કે ઊંઝા સીટ પર છેલ્લા કેટલાક સમયથી કોંગ્રેસના પિન્કીબેન પટેલ દ્વારા પ્રચારનો ધમધમાટશરૂ કરી દેવામાં આવ્યો છે. એટલું જ નહીં તેમને સમય અગાઉ તૈયારીઓ કરવાની સૂચના આપવામાં આવી હતી જેને લઇને તેમણે પ્રચારનો ધમધમાટ શરૂ કર્યો હતો જો કે પિન્કીબેન એ ભાજપને કાંટે કી ટક્કર આપી શકે તેવા સક્ષમ ઉમેદવાર છે. અને ઊંઝા સીટ પર જો કોંગ્રેસ માથી પિન્કીબેન મેદાનમાં ઉતરે તો કદાચ 2017 નું પુનરાવર્તન અહીંયા થઈ શકે છે.

આ અંગે મોર્નિંગ ન્યુઝ ફોકસ દ્વારા કોંગ્રેસના ગુજરાતના અધ્યક્ષ જગદીશ ઠાકોર નો સંપર્ક કરતા તેમને જણાવ્યું હતું કે પાર્ટી દ્વારા નામો ચર્ચામાં છે. તો બીજી બાજુ જિલ્લા પ્રમુખ કોંગ્રેસ દ્વારા પણ ગોળ ગોળ વાતો કરીને ક્યાંક ને ક્યાંક કૂલડીમાં ગોળ ભાગવામાં આવી રહ્યો હોય તેવો અણસાર આપવામાં આવ્યો હતો. જોકે બીજી બાજુ કોંગ્રેસના પિન્કીબેન પટેલે તૈયારીઓનો ધમધમાટ શરૂ કર્યો છે, ત્યારે કોંગ્રેસ હવે આ સીટ પર પોતાના જ પગ પર કુહાડી મારશે કે પછી સક્ષમ ઉમેદવારને મેદાનમાં ઉતારશે? એ તો યાદી બહાર પડે ત્યારે જ જોવું રહ્યું !