વડનગર : વોર્ડ નં 1 માં ભાજપનો ડોર ટુ ડોર પ્રચાર : ઉમેદવારો ને પ્રચંડ જન સમર્થન

વડનગર : વોર્ડ નં 1 માં ભાજપનો ડોર ટુ ડોર પ્રચાર : ઉમેદવારો ને પ્રચંડ જન સમર્થન

મોર્નિંગ ન્યુઝ ફોકસ ( સુના સો ચુના ) : પ્રધાનમંત્રી નરેન્દ્ર ભાઈ મોદીના વતન વડનગરમાં નગરપાલિકાની ચૂંટણીમાં ભાજપ અને કોંગ્રેસ વચ્ચે સીધો જંગ જામ્યો છે જેમાં સાત જેટલા ભાજપના ઉમેદવારો અગાઉથી જ બિનહરીફ થયા છે.

વડનગર એ પ્રધાનમંત્રી નરેન્દ્ર ભાઈ મોદીનું વતન છે જેથી અહીંયા ભાજપને પ્રચંડ સમર્થન હોવું એ સ્વાભાવિક છે. અગાઉ પણ નગરપાલિકામાં તમામ નગર સેવકો ભાજપના જ હતા. વિપક્ષ નું અસ્તિત્વ રહ્યું જ ન હતું. ત્યારે આ વખતે પણ ભાજપ પાલિકાની તમામ બેઠકો પર ચૂંટણી જીતી જશે તેવી વડનગર ભાજપ શહેર પ્રમુખ મયંકભાઇ દ્વારા આશા વ્યક્ત કરવામાં આવી હતી.

વડનગરના વોર્ડ નંબર એકની વાત કરીએ તો આ વોર્ડમાંથી ચૂંટણી લડી રહેલા ભાજપના ઉમેદવાર ગીરીશભાઈ પટેલને વડનગરના 108 માનવામાં આવે છે. જોકે શહેરના વિકાસની ગમે તેવી નાની મોટી બાબતોમાં તેઓ સક્રિયતા પૂર્વક રસ દાખવતા આવ્યા છે. વોર્ડ નંબર એકમાં બે ઉમેદવારો બિનહરિફ થઈ જતા હવે માત્ર ભાજપના બે અને કોંગ્રેસના બે એમ કુલ ચાર ઉમેદવારો વચ્ચે સીધો જંગ હોવાનું મનાય છે.વોર્ડ નંબર 1 ના ભાજપના ઉમેદવારો હવે ડોર ટુ ડોર પ્રચાર કરી રહ્યા છે. જેમાં તેમને પ્રચંડ સમર્થન પ્રાપ્ત થઈ રહ્યું છે.

જો વોર્ડ નંબર 1 ના મતદારોની વાત કરીએ તો આ વોર્ડમાં સૌથી વધારે 1100 જેટલા મતદારો ઠાકોર સમાજના છે, જ્યારે 500 જેટલા પાટીદાર મતદારો છે. કુલ 3650 મતદારોમાંથી 290 જેટલા મતદારો લઘુમતી સમાજના તેમજ રાવળ સમાજના 250 અને અન્ય સમાજના 1500 જેટલા મતદારો છે. જોકે ગીરીશભાઈ પટેલ એ આ તમામ મતદારોમાં ખૂબ જ લોકચાહના ધરાવતા ઉમેદવાર છે. ત્યારે ડોર ટુ ડોર ચૂંટણી પ્રચારમાં મળી રહેલું જન સમર્થનને જોતા આ વોર્ડમાં ભાજપની જીત નિશ્ચિત માનવામાં આવી રહી છે.