સુરત : SMC કમિશ્નર શાલીની અગ્રવાલે મેળવી મોટી સફળતા, જાણીને કરશો પ્રસંશા

મ્યુનિ. કમિશનર શાલીની અગ્રવાલ સરકાર પાસેથી કામરેજના ધોરણ પાડીમાં ઈન્ટેકવેલની જગ્યા લઈ આવ્યા

સુરત : SMC કમિશ્નર શાલીની અગ્રવાલે મેળવી મોટી સફળતા, જાણીને કરશો પ્રસંશા

મોર્નિંગ ન્યુઝ ફોકસ ( જશવંત પટેલ) : છેલ્લા કેટલાક સમયથી શહેરમાં પાણીને લઈને ફરિયાદો ઉઠી છે કારણ કે હાલમાં શહેરની પાણી પુરવઠા વ્યવસ્થા હાલ માત્ર તાપી નદી પરના વિયર કમ કોઝવે પર આધારીત છે. નદીમાંથી ફ્રેન્ચવેલ મારફતે જે રો વોટર ઉચકાય છે. તે ટ્રીટ કરીને વિતરણ કરવું પડે છે. જો કે નદીમાં જોવા મળતા પ્રદૂષણને કારણે તથા શહેરીકરણને લીધે છેલ્લા ઘણા સમયથી ખાસ કરીને ઉનાળાની ઋતુ દરમિયાન ફરિયાદો વધેે છે.

જે વાસ્તવિકતાને ધ્યાને રાખીને તેમજ વધતી જતી વસ્તીની પાણી પુરવઠાની માંગને પહોંચી વળવા ધોરણપારડી ખાતે ઇન્ટેક વેલ, ટ્રાન્સમીશન લાઈન તથા તેને આનુસાર્ગિક પ્રકલ્પો માટે મનપાએ ધોરણપારડી, જુનો બ્લોક નં.૨૫૫૪એ/૨ વાળી સરકારી જગ્યાની માંગણી કરી હતી.

મનપા કમિશનર શાલીની જ અગ્રવાલે આ મુદ્દે ખુબ જ ગંભીરતા દાખવી પોતાની કક્ષાએથી સઘન પ્રયાસો હાથ ધર્યા હતા અને આ જમીનો મેળવવા માટે તમામ ખાતા સાથે સતત સંકલન કરી કલેક્ટર સાથે પણ સતત વાટાઘાટો ચલાવી હતી.ત્યારે હવે ધોરણપારડી ખાતે કુલ-૩૪૯૨ ચો.મી. જેટલી વિશાળ સરકારી જગ્યાનો કબજો સુરત મનપાને સોંપી દેવાયો છે.

જો કે, કલેક્ટરનો આગોતરો હુકમ થઇ જતા જ પાલિકાએ મનપા કમિશનરના માર્ગદર્શનમાં ધોરણપારડી, તા.કામરેજ બ્લોક નં. ૨૫૫/૫/૨, ક્ષેત્રફળ ૩૪૦૯૨ ચો.મી વાળી જમીનનો સ્થળ પર પ્રત્યક્ષ કબ્જો લઇ લીધો છે. હવે વરાછા ઝોન-બી તથા તેને લાગુ વિસ્તારોમાં પાયાની અને માળખાકીય સુવિધા પુરી પાડવા સુરત મહાનગરપાલિકાને સરળતા રહેશે.