સુરત : ધારાસભ્ય સંદીપભાઈ દેસાઈએ 10 સ્લીપર, 6 લક્ઝરી અને 17 મીની બસોને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું

સરકાર હંમેશા લોકોની સુખાકારી સગવડો માટે તત્પર રહે છે :ધારાસભ્ય સંદીપભાઈ દેસાઈ

સુરત : ધારાસભ્ય સંદીપભાઈ દેસાઈએ 10 સ્લીપર, 6 લક્ઝરી અને 17 મીની બસોને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું

મોર્નિંગ ન્યુઝ ફોકસ (જશવંત પટેલ) : ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર દ્વારા સુરત એસટી ડેપોની 10 જેટલી સ્લીપર બસ,  2×2 ની 6 લક્ઝરી બસ અને 17 જેટલી મીની બસ ફાળવવામાં આવી છે. જેનું સુરતના ધારાસભ્ય સંદીપભાઈ દેસાઈએ આજરોજ સેન્ટ્રલ બસ સ્ટેશન ખાતે લીલી ઝંડી આપીને લોકાર્પણ કર્યું હતું.

પ્રાપ્ત માહિતી અનુસાર રાજ્ય ના મુસાફરો આનંદદાયક અને સલામત રીતે મુસાફરી કરી શકે તેવા શુભ આશય થી ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ ના 16  વિભાગો ને અત્યાધુનિક એસ.ટી બસો જેવી કે સ્લીપર, 2×2 લક્ઝરી બસ તથા મીની બસો ફાળવવામાં આવી છે.  જેના ભાગ રૂપે હાલ સુરત વિભાગ ને પણ 10 સ્લીપર બસ, 2×2 ની 6 લક્ઝરી બસ અને 17જેટલી મીની બસો ફાળવવામાં આવેલ છે.જેનું લોકાર્પણ ધારાસભ્ય સંદીપભાઇ દેસાઇ (ચોર્યાસી વિધાનસભા) ના વરદ હસ્તે ૩ મે,2023 ના રોજ સાંજે 7.00 કલાકે સેન્ટ્રલ બસ સ્ટેશન સુરત ખાતે રાખવામાં આવેલ છે.

નવીન એસટી બસો ના રૂટ નું નામ સમય તેમજ ભાડું નીચે મુજબની વિગતો પ્રમાણે છે.