સુરત : યાત્રાધામ સ્વચ્છતા અભિયાન : 7 ટન કચરો એકત્ર કરાયો

સુરત : યાત્રાધામ સ્વચ્છતા અભિયાન : 7 ટન કચરો એકત્ર કરાયો
તસવીરમાં ડાબી બાજુથી મ્યુનિસિપલ કમિશનર શાલીની અગ્રવાલ તેમજ જમણી તરફ ભાજપના હોદ્દેદારો સફાઈ અભિયાન કરતા નજરે ચડે છે

મોર્નિંગ ન્યુઝ ફોકસ ( જશવંત પટેલ) : ગુજરાતમાં યોજાયેલ યાત્રાધામ સ્વચ્છતા અભિયાન હેઠળ સુરતમાં અંબિકાનિકેતન અને ગાયપગલા ખાતે યોજાયેલ સફાઈ અભિયાનમાં બંને મંદિરોની આસપાાસ થી સાત ટન જેટલો કચરો એકત્ર કરવામાં આવ્યો હતો.

વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ શરૂ કરાવેલા સ્વચ્છતા અભિયાન અંતર્ગત રાજ્યના દ્વારકા, પાવાગઢ, સોમનાથ, ગીરનાર સહિત ૨૬ સુપ્રસિધ્ધ યાત્રાધામને સ્વચ્છ રાખવા અખાત્રીજના દિવસથી અભિયાનનો આરંભ કરાયો છે. સુરતમાં પાર્લેપોઇન્ટ સ્થિત અંબિકાનિકેતન મંદિરની આસપાસ સ્વચ્છતા અભિયાનમાં ૭.૦૭ મેટ્રીક ટન કચરો એકત્ર કરાયો હતો. સ્વચ્છતા માટે શિક્ષણમંત્રી પ્રફુલ પાનસેરિયા, ભાજપ પ્રમુખ સી.આર.પાટીલ, મ્યુનિ. કમિશ્નર શાલિની અગ્રવાલ, મેયર, ધારાસભ્યો, મ્યુનિ.ના ૧૧ મુખ્ય આરોગ્ય નિરીક્ષક, ૨૬ સુપરવાઇઝર, ૩૮ બેલદાર, ૨૨૫ સ્વયંસેવકો સફાઇ માટેના વિવિધ સાધનો અને મશીનો સાથે સફાઇ માટે જોડાયા હતા

અંબાજી મંદિર પાસે તમાકુ વેચનારા પર તવાઇઃ ૧.૪ કિલો જથ્થાનો નાશ.

યાત્રાધામ સફાઇ ઝુંબેશ હેઠળ આજે મ્યુનિ.ની ટીમે અંબાજી માતાના મંદિરની પવિત્રતા જળવાઇ રહે તે હેતુથી મંદિરની પાસેના વિસ્તોરમા તમાકુ મુક્ત ઝુંબેશ કરીને ૧.૪ કિલો તમાકુ જપ્ત કરી નાશ કર્યો હતો. તેમજ સીંગલ યુઝ પ્લાસ્ટીક અંગે ૪૫ સંસ્થામાં આકસ્મિક તપાસ કરીને ૩.૫ કિલો પ્લાસ્ટીક જપ્ત કરી રૂા.૨૪ હજાર વહીવટી ચાર્જ વસુલ કર્યો હતો.