સુરત : H3N2 કેસો વધતાં મનપા કમિશ્નર એક્શન મોડમાં, આજથી સેન્ટ્રલ ઇમરજન્સી કન્ટ્રોલ રૂમ શરૂ

અર્બન હેલ્થ સેન્ટર્સના 120 ડોક્ટર્સ તથા 650 પેરા મેડિકલ સ્ટાફને પરિસ્થિતિઓને પહોંચી વળવા માટે ટ્રેનિંગ આપવામાં આવી છે.

સુરત : H3N2 કેસો વધતાં મનપા કમિશ્નર એક્શન મોડમાં, આજથી સેન્ટ્રલ ઇમરજન્સી કન્ટ્રોલ રૂમ શરૂ

મોર્નિંગ ન્યુઝ ફોકસ (જશવંત પટેલ) : સુરતઃ હાલમાં H3N2 વાયરલ ઈન્ફેક્શનના કેસો જે રીતે વધી રહ્યાં છે તે જોતા પરિસ્થિતિને પહોંચી વળવા માટે મનપા કમિશનરે બુધવારે તાકિદની સમીક્ષા બેઠકનું આયોજન કર્યું હતું. આજે તા.16 માર્ચથી  સેન્ટ્રલ ઈમરજન્સી કંટ્રોલ રૂમ આઈ.સી.સી.સી ખાતે શરૂ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.

આ બેઠકમાં હાલના કેસોની સમીક્ષા કરી હતી . આ ઉપરાંત અર્બન હેલ્થ સેન્ટર્સના 120 ડોક્ટર્સ તથા 650 પેરા મેડિકલ સ્ટાફને આવી પરિસ્થિતિઓને પહોંચી વળવા માટે ટ્રેનિંગ આપવામાં આવી છે . તેમજ પ્રાઇવેટ પ્રેક્ટિશનરોને પણ આ બાબતે માહિતગાર કરવામાં આવ્યા છે . મનપા દ્વારા ઝોન વાઈઝ રેપીડ રિસ્પોન્સ ટીમ કાર્યરત કરવામાં આવી છે જે ટીમ દ્વારા TTTIQ Track , Test , Treat , Isolation Quarantine ) ની કામગીરી કરવામાં આવે છે .

હાલમાં સુરત મહાનગરપાલિકા ખાતે જરૂરી RTPCT ટેસ્ટ કીટ તેમજ જરૂરી દવાઓ ઉપલબ્ધ છે . તેમજ 18 મી માર્ચે તમામ ગવર્મેન્ટ PSA પ્લાન્ટ ખાતે મોક ડ્રીલનું આયોજન કરવામાં આવ્યું છે . મનપા દ્વારા શહેરીજનોને અપીલ કરવામાં આવી છે કે , જો ફ્લુ ( શરદી , ખાંસી , તાવ ) જેવા લક્ષણો જણાય તો નજીકના આરોગ્ય કેન્દ્રનો સંપર્ક કરી જરૂરી નિદાન તથા સા ૨ વા ૨ કરાવે તેમજ કોવિડ એપ્રોપ્રિએટ બિહેવિયરનું પાલન કરવામાં આવે .આ બેઠકમાં ડે.કમિશનર , આરોગ્ય અધિકારી , સુપ્રિરન્ટેન્ડન્ટ ( સ્મીમેર ) , માઈક્રોબાયોલોજીના પ્રોફેસર , સ્મીમેર આર.એમ.ઓ , આરોગ્ય અધિકારીઓ વગેરે હાજર રહ્યાં હતાં.