સુરત : કોરોના વેકસીન મામલે ભાજપના કોર્પોરેટરે સોશ્યલ મીડિયામાં મૂકેલી પોસ્ટને લઈ સર્જાયો વિવાદ
મોર્નિંગ ન્યુઝ ફોકસ નેટવર્ક : સુરત શહેરમાં કોરોનાનું સંક્રમદ રોજબરોજ વધી રહ્યું છે. 25થી વધુ વિસ્તારોમાં સૌથી વધુ કેસ સામે આવી રહ્યા છે. જેમાં ગોપીપુરા, ચોકબજાર, નાનપુરામાં વધુ કેસ સામે આવી રહ્યા છે. સગરામપુરા, બેગમપુરા સહિતના વિસ્તારોમાં પણ કોરોનાના કેસોનું પ્રમાણ વધારે જોવા મળી રહ્યા છે. આ વિસ્તારોમાં વધુ સંક્રમણથી મનપાની ચિંતા વધી રહી છે. જો કે, દેશભરમાં કોરોનાની વેકિસન આપવાનો નવો રાઉન્ડ 1 એપ્રિલથી શરૂ કરાયો છે ત્યારે સુરતમાં ભાજપના કોર્પોરેટરના ઉત્સાહના અતિરેકથી અરાજકતા સર્જાઈ છે. સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનના ભાજપના કોર્પોરેટર ધર્મેશ વાણિયાવાળાએ 18 વર્ષથી ઉપરનાને વેક્સીન આપાવો તેવી પોસ્ટ શેર કરી દીધી હતી. તેના કારણે લોકોમાં ગૂંચવાડો સર્જાયો હતો.જો કે પાછળથી તેમણે તેમના સોશ્યલ મીડિયા પેજ પર share કરેલી ભૂલ સુધારી હતી.
ભાજપના કોર્પોરેટરોની પોસ્ટના કારણે વિવાદ પણ સર્જાયો છે કેમ કે કેન્દર સરકારે 45 વર્ષથી ઉપરના લોકો માટે વેક્સીનેશનની જાહેરાત કરી છે. સુરત ભાજપના અતિ ઉત્સાહી કોર્પોરેટરે પોતે સરકારથી ઉપર હોય તેમ સોશિયલ મિડિયામાં પોસ્ટ મૂકી દીધી છે. ભાજપના કોર્પોરેટરના અતિ ઉત્સાહને કારણે સરકારના નિયમના ધજાગરા ઉડયા છે. સુરતમાં કોરોનાનું સતત સંક્રમણ વધી રહ્યું છે. સુરત શહેરમાં કોરોનાના નવા 464 અને ગ્રામ્યમાં નવા 151 પોઝિટીવ કેસ નોંધાયા છે. રાજ્ય આરોગ્ય વિભાગે જાહેર કરેલા આંકડા અનુસાર નવા નોંધાયેલા કેસથી હવે સુરત જિલ્લામાં પોઝિટીવ કેસની સંખ્યા 65 હજાર 195 પર પહોંચી ગઈ છે. તો રાજ્ય અને જિલ્લાનો કુલ મૃત્યુઆંક એક હજાર 176 પર પહોંચી ગયો છે.