મોંઘવારીનો માર : ખેડૂતો પરેશાન! ખાતર, ડીઝલ બાદ બિયારણના ભાવમાં 30 થી 40 ટકાનો વધારો

મોંઘવારીનો માર : ખેડૂતો પરેશાન! ખાતર, ડીઝલ બાદ બિયારણના ભાવમાં 30 થી 40 ટકાનો વધારો

મોર્નિંગ ન્યુઝ ફોકસ નેટવર્ક :  ભારત કૃષિ પ્રધાન દેશ છે. અહીં ખેડૂતને જગતનો તાત કહેવામાં આવે છે પરંતુ છેલ્લા ઘણા સમયથી ખેડૂતોની હાલત ખૂબ જ કફોડી બની રહી છે ગુજરાતી આપત્તિઓને કારણે મોટાભાગનો પાક  નાશ પામી રહ્યો છે ત્યારે  ખેડ ખાતર પાણી અને બિયારણો મઘા થતાં  ખેડૂતો હવે કદાચ ખેતી છોડીને અન્ય વ્યવસાય તરફ વળે તેવી સ્થિતિનું નિર્માણ થઇ રહ્યું છે. જોકે જગતનો તાત હવે ખેતીકામને વંદન કરી અન્ય વ્યવસાયમાં જોડાય તેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે. હાલમાં હવે ઉનાળુ બાજરી નું વાવેતર કરવાનો સમય આવ્યો છે ત્યારે બાજરીના બિયારણના ભાવ આસમાને પહોંચતા ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે.

પ્રાપ્ત માહિતી અનુસાર બનાસકાંઠા સહિત મોટાભાગના જિલ્લાઓમાં બિયારણ ના ભાવ દિનપ્રતિદિન વધી રહ્યા છે.હાલમાં ઉનાળાનો સમય હોઇ ઉનાળાની બાજરીનું વાવેતર કેમ કરવું ? ખેડૂતો માટે આ સમસ્યા પ્રવર્તી રહી છે કારણ કે બિયારણના ભાવ આસમાને પહોંચતા ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે. ખેડૂતોનું કહેવું છે કે, બિયારણના ભાવમાં 30 થી 40 ટકાનો વધારો થતા આ ઉપરાંત યોગ્ય વળતર ન મળતા તેમને ઘાટ કરતા ઘડામણ મોંઘી પડી રહી છે. ખાતર, ડીઝલ બાદ બિયારણમાં ભાવ વધારો થતા વાવેતર કેમ કરવું તેને લઈ ખેડૂતો ભારે મુશ્કેલી અનુભવી રહ્યા છે. ચોમાસા દરમિયાન કુદરતી આપત્તિને કારણે તેમજ તીડ ના આક્રમણને લઈ મોટાભાગનો પાક નિષ્ફળ ગયો છે. ખેડૂતોને યોગ્ય પાક વીમા મળતા નથી ત્યાં બિયારણ ના ભાવ વધતા હવે ખેડૂતોની સ્થિતિ 'પડ્યા પર પાટું' જેવી થઈ રહી છે.