ઉત્તર ગુજરાતની આ સીટ પર ભાજપના ઉમેદવારને અત્યારથી જ જીત માટે શુભકામનાઓ આપવાનું શરૂ : સૌથી વધુ લીડ થી જીતવાનો બની શકે છે રેકર્ડ

ઉત્તર ગુજરાતની આ સીટ પર ભાજપના ઉમેદવારને અત્યારથી જ જીત માટે શુભકામનાઓ આપવાનું શરૂ : સૌથી વધુ લીડ થી જીતવાનો બની શકે છે રેકર્ડ

કોંગ્રેસે ઊંઝા સીટ પર નબળા ઉમેદવારને ટીકીટ આપતાં ભાજપ ગેલ માં

ભાજપના ઉમેદવારની જીત નિશ્ચિત

સોશ્યલ મીડિયામાં ભાજપના ઉમેદવારને અત્યારથી જ શુભકામનાઓ પાઠવવાનું શરૂ થયું.

અગાઉ કોંગ્રેસના પિન્કીબેન પટેલનું નામ હતું ચર્ચામાં

પિન્કીબેન પટેલ ભાજપને કાંટે કી ટક્કર આપી શકવાની ક્ષમતા ધરાવતાં હતાં.

કોંગ્રેસે ભાજપ સાથે સાંઠ ગાંઠ કરી હોવાની ચર્ચા

મોર્નિંગ ન્યુઝ ફોકસ (સુના સો ચુના & દિખા સો લિખા) : ઉત્તર ગુજરાતની ઊંઝા સીટ ઉપર કોંગ્રેસ દ્વારા ફોર્મ ભરવાના છેલ્લા દિવસ પૂર્વે જ કોંગ્રેસ દ્વારા ઉમેદવાર જાહેર કરવામાં આવતા ભાજપ ગેલમાં આવી ગયું છે અને ભાજપના ઉમેદવારની જીત પાક્કી માનવામાં આવી રહી છે. જેને લઈને ભાજપના ઉમેદવારને સોશિયલ મીડિયામાં અત્યારથી જ અભિનંદન આપવામાં આવી રહ્યા છે.

અત્રે નોંધનીય છે કે ભાજપ દ્વારા ઊંઝા સીટ પર કિરીટકુમાર કેશવલાલ પટેલ ઉર્ફે કે કે પટેલને ટિકિટ આપવામાં આવી છે. ભાજપના ઉમેદવાર કે કે પટેલ એ સંઘના ખૂબ જ જુના કાર્યકર છે. અને તેઓ શિક્ષણ સાથે ઘણા વર્ષોથી સંકળાયેલા વ્યક્તિ છે.જોકે તેઓ સંઘ પ્રચારક હોવાને લઈને વર્ષોથી ખૂબ જ સાઇલેન્ટ મોડ પર સંઘની કામગીરી કરતા રહ્યા છે.જેની નોંધ લઈને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ઊંઝા ના દિગ્ગજોને સાઇડ લાઇન કરી સંઘના જુના કાર્યકર કે કે પટેલને ટિકિટ આપતા ઊંઝા સીટ ઉપર ભાજપમાં અંદરો અંદર જે કાંઈ મનભેદ હતો, મતભેદ હતો તેના ઉપર હવે પૂર્ણવિરામ વાગી ગયું છે અને તમામ કાર્યકરો સાથે મળીને કે કે પટેલ ને જીતાડવાના પ્રચારમાં લાગી ગયા હતા.

ત્યારે કોંગ્રેસ દ્વારા છેલ્લી ઘડીએ ઉમેદવારનું ઊંઝા સીટ પર નામ જાહેર કરાતાં ભાજપના કાર્યકરો ગેલમાં આવી ગયા હતા કારણ કે અગાઉ ઊંઝા સીટ પર કોંગ્રેસમાંથી પિન્કીબેન પટેલ નું નામ ચર્ચામાં હતું. જેમને ખૂબ જ સક્ષમ ઉમેદવાર માનવામાં આવતા હતાં.જેઓ ભાજપને કાંટે કી ટક્કર આપી શકવાની ક્ષમતા ધરાવતાં હતાં.પરંતુ હવે અરવિંદ પટેલ ઉર્ફે  અરવિંદ ભૂરા નું નામ જાહેર થતાં જ કોંગ્રેસના કાર્યકરોનો ઉત્સાહ પણ પડી ભાગ્યો છે કારણ કે આ એક એવા નબળા ઉમેદવાર છે જેમની ડિપોઝિટ પણ ડૂલ થઈ જાય તો નવાઈ નહીં એવું ચર્ચાઈ રહ્યું છે.એટલે કે આ સીટ પર હવે ભાજપની જીત નિશ્ચિત માનવામાં આવી રહી છે અને સોશિયલ મીડિયામાં ભાજપના સમર્થકો કે કે પટેલને જીત માટેની શુભકામનાઓ પાઠવી રહ્યા છે. ત્યારે હવે ભાજપે એ માટે પ્રયત્ન કરવો રહ્યો કે ગુજરાતમાં ઊંઝા સીટ પર સૌથી વધારે લીડ થી ચૂંટણી જીતવાનો રેકોર્ડ બનાવી શકાય !