સુરતમાં આ જગ્યાએ માત્ર એક રૂપિયામાં જ મળશે માસ્ક : MLA ઝંખનાબેન પટેલે કર્યું ઉદ્ઘાટન
મોર્નિંગ ન્યુઝ ફોકસ, સુરત : સુરતમાં કોરોના નું સંક્રમણ દિન-પ્રતિદિન ખૂબ જ વધી રહ્યું છે ત્યારે આ કોરોના સંક્રમણ ની ચેન જો તોડવી હોય તો માસ્ક એકમાત્ર સર્વ સુલભ ઉપાય છે. લોકો સતત માસ્ક પહેરે એ જરૂરી છે જ્યારે ભીડભાડવાળી જગ્યામાં લોકો જાય ત્યારે માસ્ક પહેરે તો સંક્રમણથી બચી શકાય છે.ત્યારે હવે માસ્ક પણ માત્ર એક જ રૂપિયામાં ઉપલબ્ધ થાય તેવી સર્વસુલભ વ્યવસ્થા સુરત એસ.ટી બસસ્ટેન્ડમાં 'એક સોચ' સંગઠન ના માધ્યમથી શરૂ કરવામાં આવી છે.જેનું ઉદ્ઘાટન સુરત ચોર્યાસીના ધારાસભ્ય ઝંખનાબેન પટેલે કર્યું હતું.
સુરત એસટી ડેપો પર એક સોચ ફોઉન્ડેશન ના સહયોગ થી માસ્ક મશીન લગાવવામાં આવ્યું છે.જ્યાં કોઈ પણ વ્યક્તિ ફક્ત રૂ. 1 મશીન માં નાખી માસ્ક મેળવી શકે છે. જોકે આ મશીન લગાવવા બદલ ધારાસભ્ય ઝંખનાબેન પટેલે એક સોચ ફોઉન્ડેશન ના બધા મેમ્બર્સ ને ખુબ અભિનંદન આપ્યા હતા. હવે સુરત એસટી સ્ટેન્ડમાં મુસાફરો ઉપરાંત તમામ લોકો ઑટોમેટિક માસ્ક ડિસ્પેન્સર મશીન માં માત્ર એક રૂપિયો નાખીને માસ્ક મેળવી શકશે અને કોરોના સામે ચોક્કસથી રક્ષણ મેળવી શકશે.