સુરત : સુમન ભાર્ગવમાં 73 માં પ્રજાસતાક પર્વની ઉજવણી બની યાદગાર, કારણ જાણી તમે પણ પ્રશંસા કરશો

સુરત : સુમન ભાર્ગવમાં 73 માં પ્રજાસતાક પર્વની  ઉજવણી બની યાદગાર, કારણ જાણી તમે પણ  પ્રશંસા કરશો

નગર સેવક કૈલાસબેન સોલંકીએ નાની બાળકીના હસ્તે કરાવ્યું ધ્વજવંદન

સફાઈ કર્મીઓનું પણ કરાયું સ્વાગત

મોર્નિંગ ન્યુઝ ફોકસ,સુરત : આજે 73 માં રાષ્ટ્રીય પર્વની સમગ્ર દેશમાં ધામધૂમ પૂર્વક ઉજવણી કરવામાં આવી હતી.સુરતમાં આ રાષ્ટ્રીય મહાપર્વની વિવિધ સ્થળોએ શાનદાર ઉજવણી થઈ હતી.જે અંતર્ગત  સુરતના વેસુ ખાતે આવેલ સુમન ભાર્ગવ પ્રધાનમંત્રી આવાસ માં રાષ્ટ્રીય મહાપર્વની પ્રથમવાર શાનદાર ઉજવણી થઇ હતી. જેમાં આ વિસ્તારના નગરસેવક કૈલાશબેન સોલંકી હાજર રહ્યા હતા પરંતુ તેમણે ધ્વજ વંદન કરવાને બદલે એક નાનકડી બાળકી ના વરદ હસ્તે દ્વારા ધ્વજવંદન કરાવડાવ્યું હતું

નગરસેવક કૈલાસબેન સોલંકીએ આ મહાપર્વ નિમિત્તે પ્રવચન આપતા જણાવ્યું હતું કે, " સુમન ભાર્ગવ પ્રધાનમંત્રી આવાસ માં આવીને મને એવું લાગ્યું છે કે જાણે હું કોઈ લક્ઝુરિયસ ફ્લેટ માં આવી હોય. ખરેખર પ્રધાનમંત્રી આવાસ એ એક 'મિનીભારત' છે. જ્યાં દેશના ખૂણે ખૂણેથી આવેલા લોકો એકસાથે ભાઇચારાની ભાવનાથી રહેતા હોય છે. નરેન્દ્રભાઈ મોદીની દીર્ઘદ્રષ્ટિથી આજે મધ્યમવર્ગના લોકોનું 'ઘર ના ઘરનું સ્વપ્ન' સાકાર થયું છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે આજની મહિલાઓ દરેક ક્ષેત્રમાં આગળ વધી રહી છે વધુમાં વધુ મહિલાઓ સશક્ત બને અને સાચા અર્થમાં મહિલા સશક્તિકરણ સાર્થક થાય."

આ કાર્યક્રમમાં સુમન ભાર્ગવના A ટુ G વિંગના પ્રમુખ અને ઉપપ્રમુખ દ્વારા નગરસેવક કૈલાસબેન નું સન્માન કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત આ સફાઈ કર્મચારીઓ નું પણ સોસાયટીના પ્રમુખ અને ઉપપ્રમુખ દ્વારા સાલ ઓઢાડી સન્માન કરાયું હતું. સોસાયટીના બાળકોએ દેશભક્તિ ગીત અને યોગા પરફોર્મન્સ કરીને સૌ કોઈને મંત્રમુગ્ધ બનાવી દીધા હતા. આ ઉપરાંત બાળકો માટે જુદી જુદી રમતોનું આયોજન થયું હતું જેમાં બાળકોને પ્રોત્સાહક ઇનામો પણ અપાયા હતા.