Breaking News સુરત : લકઝરી બસ ભડભડ સળગી ઉઠતાં એક બાળકીનું મોત : મેયર ઘટનાસ્થળે
 
                                મોર્નિંગ ન્યુઝ ફોકસ,સુરત : સુરત શહેરમાં હીરાબાગ સર્કલ પાસે ટ્રાવેલ્સ બસ સળગી ઊઠી છે. ચાલુ સ્થિતિમાં જ અચાનક લક્ઝરી બસ સળગી ઊઠતાં બસમાંથી લોકોને બહાર કાઢવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. હાલ મળતી માહિતી પ્રમાણે એક બાળકીનું મોત થયું છે.
પ્રાપ્ત માહિતી અનુસાર સુરતના હીરાબાગ પાસે આવેલા સર્કલ પાસે રાજધાની સ્લીપર કોચ બસ માં એકાએક આગ લાગી હતી. જોકે એસીમાં શોર્ટ સર્કિટ થવાથી આગ લાગવાનું અનુમાન પ્રાથમિક તબક્કે જોવામાં આવી રહ્યું છે. ઘટનાની જાણ થતાં જ સુરતના મેયર હેમાલી બેન બોઘાવાલા ઘટનાસ્થળે પહોંચી ગયા હતા અને ઈજાગ્રસ્તોને બચાવવાની કામગીરી હાથ ધરી હતી. પ્રાપ્ત માહિતી અનુસાર એક બાળકીનું મૃત્યુ થયું છે જ્યારે અન્ય બે વ્યક્તિઓને હોસ્પિટલ ખસેડવામાં આવી છે.
 
                             
                 
                 
                 
                 
                 
                 
                 
            
             
            
             
            
             
            
             
            
             
            
             
            
             
            
             
            
             
            
             
            
             
            
                                        
                                     
            
            