ગ્રામ વિકાસ કમિશ્નર વિજય નેહરા ની કારને નડયો અકસ્માત : નેહરાની કાર ને કોણે મારી ટક્કર ? પછી શું થયું ?

ગ્રામ વિકાસ કમિશ્નર વિજય નેહરા ની કારને નડયો અકસ્માત : નેહરાની કાર ને કોણે મારી ટક્કર ? પછી શું થયું ?

મોર્નિંગ ન્યુઝ ફોકસ નેટવર્ક :   અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના કમિશ્નર પદે રહી ચૂકેલા બનાસકાંઠા કોરોના પ્રભારી અને ગ્રામ્ય વિકાસ કમિશ્નર વિજય નહેરાની કારને અકસ્માત નડયો હોવાના સમાચારો પ્રાપ્ત થયા છે. નેહરા આજે બનાસકાંઠા ની મુલાકાતે આવ્યા હતા. અને જિલ્લા કલેકટર કચેરીએ અધિકારીઓ સાથે કોરોના ને લઈને બેઠક કરી કોરોના ની સ્થિતિ અંગે સમીક્ષા કરી હતી ત્યાર બાદ તેઓ પાલનપુર થી ડીસા થઈ પાટણ જવા રવાના થયા હતા તે દરમ્યાન જુનાડીસા પાસે તેમની કારને અકસ્માત નડયો હતો


પ્રાપ્ત મીડિયા અહેવાલો મુજબ, ડીસા થી પાટણ જતા હતા તે દરમ્યાન જુનાડીસા પાસે માટી ભરીને આવી રહેલ ટ્રેકટર ચાલકે ગાડીને સાઈડ ના ભાગે ટક્કર મારતા અકસ્માત સર્જાયો હતો. જોકે અકસ્માત માં વિજય નહેરા અને ગાડી ચાલક નો આબાદ બચાવ થયો હતો જ્યારે સરકારી ઇનોવા ગાડીને નુકસાન થયું હતું જોકે તે સમયે પોલીસ પાયલોટીંગ હોવાના કારણે તેઓ દોડી આવ્યા હતા. બનાવ ને પગલે જોકે ડીસા નાયબ કલેકટર ,મામલતદાર અને તાલુકા વિકાસ અધિકારી પણ ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને અન્ય ગાડીની વ્યવસ્થા કરી કમિશ્નર વિજય નહેરા ને રવાના કર્યા હતા જ્યારે ગાડી અને ટ્રેકટર પોલીસ મથકે લાવી ટ્રેકટર ચાલક સામે ફરિયાદ નોંધાવવાની તજવીજ હાથ ધરી હતી.