Breaking: ઊંઝા નગર પાલિકા પૂર્વ પ્રમુખ દીક્ષિત ભાઈ પટેલને મળી મોટી જવાબદારી

Breaking: ઊંઝા નગર પાલિકા પૂર્વ પ્રમુખ દીક્ષિત ભાઈ પટેલને મળી મોટી જવાબદારી

મહેસાણા લોકસભાની વિધાનસભા સીટો ના ઇન્ચાર્જ ની નિમણૂક કરાઈ

લોકસભાની કુલ સાત વિધાનસભા સીટમાં દરેક સીટ પર 5 ઇન્ચાર્જ નિમાયા

ઊંઝા વિધાનસભા સીટ માં નગર પાલિકા પૂર્વ પ્રમુખ દિક્ષિત ભાઇ પટેલ ને ઇન્ચાર્જ બનાવાયા

દીક્ષિત ભાઇ પટેલે નગરપાલિકામાં 16 અઠવાડિયા માટે સંભાળ્યું હતું પ્રમુખ પદ

માત્ર 16 અઠવાડિયામાં નગરના વિકાસ માટે લીધા હતા 16 મહત્વના નિર્ણયો

દીક્ષિત ભાઈ પટેલ ની રજૂઆતને લઈને ગુજરાતની તમામ નગરપાલિકાઓની ગ્રાન્ટ કરવામાં આવી હતી બમણી

દીક્ષિત ભાઈ પટેલે ૧૯૯૮માં મહેસાણા જીલ્લા યુવા ભાજપના સંગઠન મંત્રી તરીકે રાજકીય કારકિર્દીની શરૂઆત કરી.

આ ઉપરાંત સતત ચાર ટર્મ એટલે કે વીસ વર્ષ સુધી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના વતન વડનગર શહેર અને તાલુકાના ૨૨ ગામોમાં વિધાનસભાની ચૂંટણીમાં “ચૂંટણી ઈન્ચાર્જ” તરીકે જવાબદારી સંભાળેલી છે.

મોર્નિંગ ન્યુઝ ફોકસ ( જશવંત પટેલ) : આગામી ટૂંક સમયમાં યોજાનાર લોકસભાની ચૂંટણીઓને લઈને ભાજપ દ્વારા તૈયારીઓ શરૂ કરવામાં આવી રહી છે. ત્યારે વિવિધ લોકસભા સીટો પર સમાવિષ્ટ જુદી જુદી વિધાનસભાઓના ઇન્ચાર્જ નીનિમણૂક કરાઈ રહી છે.

જેમાં મહેસાણા લોકસભા સીટ માં સમાવિષ્ટ જુદી જુદી 7  વિધાનસભા સીટો પર લોકસભા ની ચૂંટણી માટેના વિવિધ ઇન્ચાર્જની નિમણૂક કરવામાં આવી છે. મહેસાણા લોકસભાની ઊંઝા વિધાનસભા સીટ પર પૂર્વ નગરપાલિકા પ્રમુખ દીક્ષિતભાઈ પટેલની નિમણૂક કરવામાં આવી છે.

અત્રે નોંધનીય છે કે દીક્ષિતભાઈ પટેલ ને ભાજપ દ્વારા અગાઉ નગરપાલિકામાં પ્રમુખ પદ સોંપવામાં આવ્યું હતું. ત્યારે માત્ર ૧૬ અઠવાડિયાના ટૂંકા સમયગાળામાં તેમણે નગરના વિકાસ માટે 16 મહત્વના નિર્ણયો લીધા હતા. એટલું જ નહીં પરંતુ તત્કાલીન નગરપાલિકા પ્રમુખ દીક્ષિતભાઈ પટેલે કરેલી રજૂઆતને લઈને ગુજરાતની તમામ નગરપાલિકાઓની ગ્રાન્ટ સરકાર દ્વારા બમણી કરવામાં આવી હતી.

માત્ર ૧૬ અઠવાડિયા ના કાર્યકાળમાં તેમણે લીધેલા અને કરેલા વિકાસ કાર્ય ની નોંધ પ્રદેશ સુધી લેવાતા એકવાર ફરીથી પ્રદેશ ભાજપ એ તેમની પર સંપૂર્ણ વિશ્વાસ મૂકીને તેમને લોકસભાની વિધાનસભા સીટના ઇન્ચાર્જ બનાવતા નગરજનોમાં આનંદની લાગણી છવાઈ છે. દીક્ષિત ભાઈ પટેલે પોતાની નિમણૂકને લઈને પ્રદેશ ભાજપનો આભાર વ્યક્ત કર્યો હતો.