રામલલાની પ્રાણ પ્રતિષ્ઠાની સાથે મોદીની ત્રણ દાયકા પહેલાની પ્રતિજ્ઞા પૂરી થશે

રામલલાની પ્રાણ પ્રતિષ્ઠાની સાથે મોદીની ત્રણ દાયકા પહેલાની પ્રતિજ્ઞા પૂરી થશે

Mnf network : રામલલ્લાની પ્રાણ પ્રતિષ્ઠા થવા જઇ રહી છે તેની સાથે સાથે વડાપ્રધાન મોદીની ત્રણ દાયકા જુની પ્રતિજ્ઞા પણ પૂરી થશે. પીએમ મોદીએ 14 જાન્યુ. 1992માં રામ જન્મભૂમિમાં રામલલાને જોઇને ભાવપૂર્ણ પ્રતિજ્ઞા લીધી હતી કે હવે રામલલાના મંદિરમાં બિરાજમાન થયા બાદ દર્શન કરશે. 22 જાન્યુ.ને પ્રાણ પ્રતિષ્ઠાની સાથે સાથે વડાપ્રધાન મોદીની ત્રણ દાયકા જુની પ્રતિજ્ઞા પણ પૂરી થશે.

મોદી આ દિવસે નવા મંદિરમાં મુખ્ય યજમાન બની રામલલાની આંખોે પરથી પટ્ટી હટાવાયા બાદ પહેલા દર્શન કરશે. આ સાથે જ 14 જાન્યુ. 1992માં રામ જન્મભૂમિમાં રામલલાની મૂર્તિ સામે મોદીએ લીધેલી ભાવપૂર્ણ પ્રતિજ્ઞા સાકાર થશે. 11 ડિસેમ્બર 1991માં કન્યાકુમારીથી શરુ થયેલી ભાજપની એકતા યાત્રા 14 જાન્યુ. 1992એ અયોધ્યા પહોંચી હતી. આ યાત્રામાં મુરલીમનોહર જોષીની સાથે આરએસએસના પૂર્વ પ્રચારક અને ગુજરાત ભાજપના મહાસચિવ તરીકે મોદી પણ આવ્યા હતા ત્યારે તે રામ જન્મભૂમિમાં દર્શન કરવા ગયા હતા. ત્યારે તેમણે ઉપરોક્ત પ્રતિજ્ઞા લીધી હતી કે હવે તો મંદિરમાં બિરાજમાન થયા બાદ રામલલાના દર્શન કરશે

.