રામનગરી અયોધ્યાનું સૌથી સ્વચ્છ શહેર બનાવવાનો મોદીનો સંકલ્પ
Mnf network: અયોધ્યામાં રામ મંદિરમાં રામલલ્લાની પ્રાણ પ્રતિષ્ઠા પહેલા વડાપ્રધાન મોદીએ રામનગરી અયોધ્યાને સાફ સુથરી રાખવાનો સંકલ્પ કર્યો છે. જેને લઇને તેમણે ઇન્સ્ટાગ્રામ પર એક વીડિયો શેર કરી દેશને અયોધ્યા સૌથી સ્વચ્છ શહેર બનાવવાની અપીલ કરી છે.
પીએમે લખ્યું હતું કે મારે અયોધ્યાના ભાઇ-બહેનોને કહેવાનું કે આપે હવે દેશ અને દુનિયાના અગણિત અતિથિઓ માટે તૈયાર રહેવાનું છે. એટલે અયોધ્યાવાસીઓએ એક સંકલ્પ લેવાનો છે કે રામનગરીને ભારતનું સૌથી સ્વચ્છ શહેર બનાવવાનો.