રેમ ડેસીવર ઇન્જેક્શન મુદ્દે પાટણના ધારાસભ્ય કિરીટ પટેલે CM રૂપાણી સામે કર્યો ગંભીર આક્ષેપ, રાજકીય ખળભળાટ

મોર્નિંગ ન્યુઝ ફોકસ પાટણ : હાલમાં કોરોના ની કપરી પરિસ્થિતિને લઈને રીમ રેમ ડેસીવર ઇન્જેક્શન ની ખૂબ જ અછત ઊભી થઈ છે ત્યારે મુખ્યમંત્રીના hometown રાજકોટમાં ઘરે હોમ કોરેન્ટાઈ થનાર વ્યક્તિને પણ ઈન્જેક્શન આપવામાં આવશે એવી જાહેરાત કરાઈ હતી. જેને લઇને પાટણના કોંગ્રેસના ધારાસભ્ય કીરીટ પટેલ સીએમ રૂપાણી ને એક સોશિયલ મીડિયા મારફતે ખુલ્લો પત્ર લખીને સવાલ ઉઠાવ્યો છે કે માત્ર રાજકોટમાં જ હોમ કોરેન્ટાઈ થનાર વ્યક્તિઓને શા માટે રેમ ડેસીવર આપવામાં આવે છે? અન્ય જિલ્લાઓમાં કેમ નહીં?
કિરીટ પટેલનો ખુલ્લો પત્ર.....
માનનીય મુખ્યમંત્રીશ્રી અને નાયબ મુખ્યમંત્રીશ્રી.
ગુજરાત રાજ્ય,
ગાંધીનગર.
વિષય. માત્ર રાજકોટ માં જ હોમ કોરેનટાઇન કોરોનના દર્દીનોને જ રેમડેસીવીર ઈન્જેકશન શામાટે ?
અન્ય જિલ્લાઓ ને અન્યાય શામાટે,?
રાજકોટ કરતા પાટણ જિલ્લાની સ્થિતિ ખરાબ.
આદણીય શ્રી,
1.આજે સમગ્ર ગુજરાત કોરોનની ગંભીર મહામારી માં સપડાયેલ છે.સરકાર તમામ પ્રયાસો કરી રહી છે પરંતુ આ તમામ પ્રયાસો જાણે કે નિષ્ફળ નીવડ્યા છે.
2.ત્રણ કે ચાર દિવસે આર. ટી.પી. સી આર ટેસ્ટના રિપોર્ટ આવે છે.
તમામ ખાનગી હોસ્પિટલ અને સરકારી હોસ્પિટલ હાઉસફૂલ છે અને જરૂરી દવાઓ અને ઓકિઝન ની ભારે ખેંચ છે જયારે બીજી બાજુ કાળા બજારના સમાચારો ભારે દુઃખ જનક છે.
3.કેસ અને મરણના સરકારી આંકડા અને વાસ્તવિક આંકડા વચ્ચે જમીન આસમાન નો તફાવત છે. મને સમજાતું નથી આવું શા માટે કરવામાં આવે છે.
4.આજે મેં એક વધુ ચોકાવનારા સમાચાર જોયા.રાજકોટમાં હોમ કોરેન્ટાઇન દર્દીઓને remdesivir ઈન્જેકશન અપાશે.
શા માટે એકલા રાજકોટમાં જ? મુખ્ય મંત્રી રાજકોટના છે એટલે? શું અન્ય જિલ્લા અને શહેરો ગુજરાતનો ભાગ નથી કે કોરોના માત્ર રાજકોટના લોકોને જ અસર કરે છે?
5. ચાણક્યએ કહ્યું છે કે રજા નિર્દયીના હોવો જોઈએ. તે સમદ્રસ્ટા હોવો જોઈએ. આપ શ્રીને નમ્ર વિનતી કે રાજકોટ માટે આપે લીધેલ નિર્ણય સરાહનીય છે પરંતુ રાજ્યના મુખ્યમંત્રી તરીકે પાટણ જિલ્લા માટે અને રાજ્યના અન્ય જિલ્લાઓ માટે પણ આવી સમદ્રષ્ટિ રાખો જેથી મહાન કવિ કલાપીના એ શબ્દો સાચા ના પડે
""રસ હીન થઇ ધરા
દયા હીન થયો નૃપ""
વધુમાં રેમ ડેસીવર ઈન્જેકશન માં જયારે એક જ ડ્રગ વપરતી હોય ત્યારે અલગ અલગ કંપનીઓના ભાવમાં 4 થી 5 હજારના ભાવનો તફાવત કઈ રીતે હોઈ શકે. શું સરકાર આ માટે કઈ ના વિચારી શકે
આભાર
કિરીટ પટેલ
ધારાસભ્ય, પાટણ