વિસનગર : કોવિડ કેર સેન્ટર માટે APMC એ કર્યું પ્રશંસનીય કાર્ય, MLA ઋષિકેશ પટેલે નાગરિકોને શુ ન કરવા કરી અપીલ ?
મોર્નિંગ ન્યુઝ ફોકસ, વિસનગર : કોરોનાના વધતા જતા કેસોને લઈને સતર્કતા રૂપે વિસનગર સિવિલ હોસ્પિટલમાં કોરોના માટે કોવિડ કેર આઇસોલેશન વોર્ડ શરૂ કરવામાં આવ્યું છે. જેમાં હાલમાં ૩૦ જેટલા ઓક્સિજન બેડ કાર્યરત છે. બીજા 40 ઓક્સિજન બેડ ની કામગીરી ચાલી રહી છે. કુલ સો જેટલા ઓક્સિજન બેડ તૈયાર કરવાનું આયોજન હાથ ધરાઇ રહ્યું છે. ત્યારે વિસનગર એપીએમસી દ્વારા રોગી કલ્યાણ સમિતિ વિસનગર ને પાંચ લાખનો ચેક એપીએમસીના ચેરમેન અને ધારાસભ્ય ઋષિકેશ પટેલના હસ્તે એનાયત કરવામાં આવ્યો હતો.
ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ વિસનગરના સેક્રેટરી કમલેશભાઈએ જણાવ્યું હતું કે, સિવિલ હોસ્પિટલમાં રોગી કલ્યાણ સમિતિ ને ઓક્સીજનની જરૂરિયાત પૂરી કરવા સારુ રૂપિયા પાંચ લાખનો ચેક અર્પણ કરવામાં આવેલ છે. શહેરની જનતાને સ્વાસ્થ્યલક્ષી પુરી સગવડો મળે એ જ હેતુ સાથે આ ચેક અર્પણ કરવામાં આવ્યો હતો.
ભાજપ યુવા મોરચાના કાર્યકરો સેવાયજ્ઞમાં જોડાયા
સિવિલ હોસ્પિટલ વિસનગર કોવીડ કેર સેન્ટર હોસ્પિટલના મેનેજમેન્ટને પૂરક મદદરૂપ થવા માટે ભારતીય જનતા પાર્ટી દ્વારા નગરપાલિકા ઉપપ્રમુખ રૂપલભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ વોલેન્ટિયર્સની ટીમ મુકવામાં આવી જે મેનેજમેન્ટને ઓક્સિજન સિલિન્ડર સપ્લાય અને અન્ય જરૂર પડતી સહાયતા કરવામાં મદદરૂપ થશે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના આહવાનને અનુસરી આ ભગીરથ કાર્ય કરવા બદલ યુવા મોરચાના કાર્યકર્તાઓ સેવાકાર્ય માટે આગળ આવ્યા છે.
ધારાસભ્ય કાર્યાલ ખાતેથી વ્યવસ્થા માટેના નંબરો જાહેર કરાયા
ધારાસભ્ય કાર્યાલય વિસનગર ખાતે કોરોનના નિયંત્રણ તથા ઉપચાર માટે જરૂરી વ્યવસ્થાઓ કરવા ભારતીય જનતા પાર્ટી દ્વારા કોવીડ 19 હેલ્પ સેન્ટર શરૂ કરવામાં આવ્યું જેમાં પ્રદેશમંત્રી પંકજભાઈ ચૌધરી અને તાલુકા અને શહેરના પ્રમુખ હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા.
હોસ્પિટલમાં બેડ ની વ્યવસ્થા માટે : 9054609854
આઇસોલેશનની વ્યવસ્થામાટે : 9054609855
ભોજનની વ્યવસ્થા માટે : 9054609856
ધારાભ્યએ નાગરિકોને કરી અપીલ...
વિસનગરના ધારાસભ્ય ઋષિકેષ પટેલે કોરોનાની મહામારી લઈને વિસનગરના નાગરિકોને એક મહત્વની અપીલ કરી છે. તેમને સોશિયલ મીડિયા દ્વારા અપીલ કરતા જણાવ્યું છે કે હાલમાં કોરોના મહામારીમાં સંજોગો વસાત કદાચ કોઇને કોઇ પણ તકલીફ પડે તો તેમની ટીકા કરવી યોગ્ય નથી. કોઈ પણ વિચારધારા સાથે જોડાયેલ વ્યક્તિ કોરોના મહામારીમાં આ સેવાયજ્ઞમાં જોડાયેલ છે ત્યારે તેમની મદદ લઇ અને તેમને મદદરૂપ બની એ તે આપણી પ્રથમ ફરજ છે. કોરોનાની મહામારી ના સેવાયજ્ઞમાં જોડાયેલા તમામ ડોક્ટર, નર્સ વગેરેને સકારાત્મક બની સહયોગ આપી અને શહેરને કોરોના થી સુરક્ષિત કરીએ.